ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના સોવેરિયન રેટિંગને નેગેટિવમાંથી સુધારીને સ્ટેબલ કર્યુ છે.
રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં રિકવરી જોવા મળી રહી છે અને ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ કોરોના અગાઉના આર્થિક વિકાસ કરતા વધી જશે.
જો કે મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ઇન્ડિયાનું સોવેરિયન રેટિંગ બીએએ-3 રાખ્યુ છે. જે સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ છે અને તે જંક સ્ટેટ્સ કરતા થોડોક જ વધારે છે
મૂડીઝના જણાવ્યા અનુસાર ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે. નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો.
જો કે મૂડીઝના અંદાજ મુજબ નાણૈાકીય વર્ષ 2021-22માં ભારતના જીડીપીમાં 9.3 ટકાની વૃદ્ધિ જોવા મળશે અને નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 7.9 ટકા રહેશે.