Site icon News Continuous Bureau | Mumbai

અર્થવ્યવસ્થા માટે રાહતના સંકેત : આ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીએ ભારતનું રેટિંગ સુધારી સ્ટેબલ કર્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના સોવેરિયન રેટિંગને નેગેટિવમાંથી સુધારીને સ્ટેબલ કર્યુ છે.

રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં રિકવરી જોવા મળી રહી છે અને ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ કોરોના અગાઉના આર્થિક વિકાસ કરતા વધી જશે.

જો કે મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ઇન્ડિયાનું સોવેરિયન રેટિંગ બીએએ-3 રાખ્યુ છે. જે સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ છે અને તે જંક સ્ટેટ્સ કરતા થોડોક જ વધારે છે

મૂડીઝના જણાવ્યા અનુસાર ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે. નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો. 

જો કે મૂડીઝના અંદાજ મુજબ નાણૈાકીય  વર્ષ 2021-22માં ભારતના જીડીપીમાં 9.3 ટકાની વૃદ્ધિ જોવા મળશે અને નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 7.9 ટકા રહેશે.

દક્ષિણ મુંબઇના પ્રિન્સેસ સ્ટ્રીટ, લોહાર ચાલ અને દવાબજાર ખાતે ફૂટપાથની બિસ્માર હાલત; જુઓ વિડીયો અને જાણો વિગતે 

US Cruise Ship Collision જળ માર્ગે મોટો ખતરો ટળ્યો અમેરિકામાં ક્રૂઝ શિપ અને ઓઇલ જહાજ વચ્ચે ભીષણ અથડામણ, ૧૮૦ મુસાફરોના જીવ બચ્યા
India Supports Palestine at UN સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન પેલેસ્ટાઇનના કુદરતી સંસાધનોના અધિકાર મામલે ભારતે આપ્યો આ દેશનો સાથ
NASA Moon Settlement Plans અવકાશ સંશોધનમાં નવો ઈતિહાસ ચંદ્ર પર માનવ વસવાટ વસાવવાની નાસાની તૈયારીઓ, જાણો કોણ બની શકે છે અંતરિક્ષયાત્રી
Sheikh Hasina Bangladesh Return શું શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે? રિપોર્ટ્સમાં દાવો ભારતે મૂકી મોટી શરતો!
Exit mobile version