News Continuous Bureau | Mumbai
અમેરિકાના(USA) ટેક્સાસની(Texas) શાળામાં થયેલા ગોળીબાર(Firing) મામલે મૃત બાળકો માટે જાણીતા કથાકાર મોરારી બાપુએ(Morari Bapu) સંવેદના દર્શાવી છે.
મોરારી બાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને(family of the deceased) 1000 ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે.
મોરારી બાપુ દ્વારા કુલ 21 હજાર ડોલરની સહાય(Help) મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ટેક્સાસની શાળામાં થયેલા ગોળીબારમાં 19 બાળક અને 2 શિક્ષકો મૃત્યુ પામ્યા હતાં.
આ હુમલાને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ(US President) જો બાયડને(Joe Biden) દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ આ ઘટનાને હત્યાકાંડ ગણાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ટ્વિટરમાં મોટો ફેરફાર, બોર્ડના સભ્યપદેથી આ દિગ્ગજએ આપ્યું રાજીનામું, ગયા વર્ષે છોડ્યુ હતું CEO પદ.
