Site icon News Continuous Bureau | Mumbai

ઇરાકમાં વિસ્ફોટકોનો સીલસીલો યથાવત, મોટરસાઈકલમાં વિસ્ફોટ થતાં ૪ના મોત; પોલીસે તપાસ ચાલુ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ઇરાકના લશ્કરીદળો સાથે સંલગ્ન મીડિયા સેલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ વિસ્ફોટના કારણે ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને બાજુમાં ઉભી રહેલી કારમાં આગ લાગી જતાં ચાર લોકો દાઝી ગયા હતા. હાલ ઘટનાસ્થળે ફોરેન્સિકની ટીમ પહોંચી ગઇ છે અને આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો તેની તપાસ હાલ ચાલુ છે. તપાસ પૂરી થયા બાદ આ વિસ્ફોટ સંબંધી તમામ માહિતી જાહેર કરવામાં આવશે એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.ઇરાકની દક્ષિણે આવેલા અને મહત્વનું વેપારી કેન્દ્ર ગણાતા બસરા શહેરમાં એક મોટર સાયકલમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા અને અન્ય ચાર લોકોને ઇજા થઇ હતી એમ ઇરાકના લશ્કરીદળોના પ્રવક્તાએ કહ્યું હતું. સોમવારે થયેલા આ પ્રચંડ વિસ્ફોટના કારણે શહેરના આકાશમાં કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા ઉઠયા હતા એમ બસરાના ગવર્નર અસાદ અલ-ઇદાનીએ પત્રકારોને કહ્યું હતું. જાે કે આ મોટર સાયકલ સાથે બોંબ ફીટ કરાયો હતો કે તે કોઇ આત્મઘાતી હુમલો હતો તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી એમ કહેતા ગર્વનરે ઉમેર્યું હતું કે તે મોટર સાયકલની નજીક ઉભેલી બે મોટર કાર બળીને રાખ થઇ ગઇ હતી.

કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર વડોદરાના આટલા વિદ્યાર્થીઓને ડિગ્રી પૂરી થાય ત્યાં સુધી ફ્રી શિક્ષણ અપાશે 

India Belgium MoU Deal દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ ભારત અને બેલ્જિયમ વચ્ચે મોટી ડીલ પર હસ્તાક્ષર, પીએમ મોદીનું મોટું નિવેદન
US Visa Policy EB1 Warning ટ્રમ્પ સરકારની નવી ધમકી ભારતીયોની ‘દુશ્મન’ નીતિ અખત્યાર કરી EB1 ગ્રીન કાર્ડ રદ કરવા સુધીના સંકેત
Turkey India Relations UTurn દોસ્તી બદલાઈ કે સ્વાર્થ? પાકિસ્તાનની પીઠ પાછળ તૂર્કિયેનો યુટર્ન, ભારત સાથે સંબંધો સુધારવા એર્દોગનની નવી ચાલ
US Warning to India વડાપ્રધાન મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાતથી ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને આપી ધમકી
Exit mobile version