Site icon

કેનેડાની આ દેશની સૈન્ય સરકાર પર કડક કાર્યવાહી, શસ્ત્રો પૂરા પાડતા સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેનેડાએ મ્યાનમારની સૈન્ય સરકાર માટે શસ્ત્રો ખરીદવા માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ગ્લોબલ અફેર્સ કેનેડાએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. તેણે જણાવ્યુ કે,કેનેડા ખાસ આર્થિક પગલાંના ભાગરૂપે મ્યાનમાર લશ્કરી શાસન માટે શસ્ત્રો અને લશ્કરી સાધનોની ખરીદી અને સપ્લાય માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે પ્રતિબંધો લાદી રહ્યું છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ મુજબ કેનેડિયન અધિકારીઓએ કહ્યું કે, તેઓએ યુએસ અને યુકેની સરકારો સાથે સંકલનમાં વધારાના પ્રતિબંધો લાદવાનો ર્નિણય લીધો છે. વિદેશ મંત્રી મેલાની જાેલીએ કહ્યું, ‘કેનેડા મ્યાનમારના લોકો સાથે ઉભું છે. જ્યાં સુધી આ શાસન માનવ જીવન સાથે ક્રૂરતા આચરતું રહેશે ત્યાં સુધી આપણે મૌન રહી શકીશું નહીં . 

આ સમાચાર પણ વાંચો :  યુક્રેન પર કેમિકલ હુમલાને લઈને રશિયાની મુશ્કેલી વધી, આ મોટા સંગઠને આપી જવાબી કાર્યવાહીની ચેતવણી; જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે મ્યાનમારની સેનાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સત્તા કબજે કરી હતી. સેનાએ લોકો દ્વારા ચૂંટાયેલી આંગ સાન સૂ કીની સરકારને ઉથલાવીને દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સેનાએ રાષ્ટ્રપતિ સહિત સરકારમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા મોટાભાગના અધિકારીઓની ધરપકડ કરી હતી. તેની પાછળનું કારણ મ્યાનમારની સેના દ્વારા સામાન્ય ચૂંટણીમાં થયેલી છેડછાડને જણાવવામાં આવ્યું હતું અને બાદમાં સરકારમાં સેનાના લોકોની જ નિમણૂક કરવામાં આવી હતી. 

મ્યાનમારની સેના મોટા પાયે હવાઈ અને જમીની હુમલા કરીને નાગરિકોને નિશાન બનાવી રહી છે. દક્ષિણપૂર્વ એશિયાના એક દેશમાં લગભગ ત્રણ મહિનાથી યુદ્ધ ક્ષેત્રમાં રહેતા એક રાહત કાર્યકરએ આ માહિતી આપી છે. માનવતાવાદી સહાયતા સંસ્થા ફ્રી બર્મા રેન્જર્સના ડાયરેક્ટર ડેવિડ યુબૅન્ક્‌સે જણાવ્યું હતું કે લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટર પૂર્વી મ્યાનમારના વિસ્તારો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યુ હતુ જ્યાં તે અને તેના સ્વયંસેવકો નાગરિકોને તબીબી અને ખાદ્ય સહાય પૂરી પાડતા હતા.

Tesla Car: એલોન મસ્કની કંપની ટેસ્લા વિરુદ્ધ કોર્ટમાં અરજી, ડોર લોક સિસ્ટમ પર વિવાદ
Hamas: ગાઝા શાંતિ યોજના ની હમાસે ટ્રમ્પની ઘણી શરતો નથી માની! જાણો તકરાર-ઇકરાર ની સંપૂર્ણ કહાની
Hamas-Israel: ઇઝરાયલ-હમાસ ડીલ પર વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ વિશે કહી આવી વાત, ફ્રાન્સ થી લઈને બ્રિટન સુધીના નેતાઓ એ પણ આપ્યો પ્રતિભાવ
Vladimir Putin: અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે પુતિનનો મોટો આદેશ, પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version