News Continuous Bureau | Mumbai
યુક્રેન-રશિયા યુદ્ધમાં (Russia Ukraine war) મારિયુપોલમાં રશિયાની સેનાએ (Russian Army) મોટી સફળતાનો દાવો કર્યો છે.
મારિયુપોલમાં(Mariupol) યુક્રેનની પૂરી બ્રિગેડે આત્મસમર્પણ કર્યું છે. યુક્રેનની 36મી મરીન બ્રિગેડે(Marine Brigade) આત્મસમર્પણ કર્યું છે.
આ આત્મસમર્પણ હેઠળ 1026 સૈનિકોએ (Soldiers)શસ્ત્રો નાખી દીધા છે. તેમા 162 યુક્રેની અધિકારી પણ સામેલ છે.
રશિયાનો દાવો છે કે (Donetsk) ડોનેત્સ્કના બળવાખોરો સાથે રશિયાના લશ્કરે જે ઘેરાબંધી કરી હતી તેમા તેને મહત્ત્વની સફળતા મળી છે.
આ પહેલા આમને-સામને લાંબી લડાઈ ચાલી. તેના પછી રશિયાએ 95 ટકા વિસ્તાર પોતાના કબ્જામાં લઈ લીધો છે.
