News Continuous Bureau | Mumbai
રશીયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અને કોરોના મહામારીના કારણે દુનિયામાં અબજોપતિઓની સંખ્યા ઘટી ગઈ છે અથવા અબજોપતિઓની સંપત્તિ ઘટી છે.
ફોર્બ્સની 2022 ના અબજોપતિઓની જાહેર યાદીમાં વર્ષ 2021 ની તુલનામાં આ વર્ષે 323 અબજોપતિ ઓછા થઈ ગયા છે.
એટલું જ નહીં અબજોપતિઓની કુલ સંપત્તિ 13.1 ખર્વ ડોલર ઘટીને 12.7 ખર્વ ડોલર થઈ ગઈ છે.
ફોર્બ્સ અનુસાર વર્ષ 2021 માં દુનિયામાં કુલ અબજપતિઓની સંખ્યા 2755 હતી જે 2022 માં ઘટીને 2668 થઈ ગઈ છે.
ટેસ્લા અને સ્પેસ એકસનાં સીઈઓ એલન મસ્ક 219 અબજ ડોલરની સંપતિ સાથે દૂનિયાના સૌથી અમીર વ્યકિત બની ગયા છે.
