Site icon News Continuous Bureau | Mumbai

આ દેશ ફરી કોરોનાની ચપેટમાઃ મહામારી બાદ અત્યાર સુધી નોંધાયા સૌથી વધુ કેસ, WHOએ આપી ચેતવણી..જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

દુનિયાભરમાં કોરોના ફેલાવનાર ચીનના અનેક શહેરોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ચીનના શેનઝેન શહેરમાં  કોરોનાના વધતા કેસને પગલે  લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. લોકોને ફરી એક વખત તેમના ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે.

Join Our WhatsApp Channel

ચીનના અનેક શહેરોમાં કોરોના નિયંત્રણ બહાર જતો રહ્યો હોવાનું કહેવાય છે. મળેલ અહેવાલ અનુસાર ચીનમાં 5,280 નવા કોરોનાના કેસ નોંધાયા છે. મહામારીની શરૂઆત બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ચીનમાં કેસ નોંધાયા છે.

આ સમાચાર પણ વાંચો : કુદરત રૂઠી, મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

ચીનના નેશનલ હેલ્થ કમીશનના કહેવા મુજબ 2021માં દેશમાં નોંધાયેલા કેસ કરતા પણ અત્યારે સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે અનેક શહેરોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. અનેક શહેરોમાં સ્કૂલ બંધ કરી દેવામાં આ છે. સંક્રમણ રોકવા લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

ચીનમા ગયા અઠવાડિયામાં બીજિંગ, શાંધાઈ સહિત શેનઝેન, જિઆંગ્સુ, શેડોંગ અને ઝેજીયાંગ પ્રાંતમાં કોરોનાના નવા કેસ આવ્યા છે. તેનાથી ચીનની અર્થવ્યવસ્થાને ફરી ફટકો પડી શકે છે. 

WHOના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ  દુનિયામાં ઓમીક્રોન અને ડેલ્ટાના મિશ્રણનો નવો વેરિયન્ટ વિકસી રહ્યો છે, જે બહુ ખતરનાક હશે.

Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
Exit mobile version