ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે નવમો દિવસ છે અને આ લડાઈ દિવસેને દિવસે ઉગ્ર બની રહી છે.
દરમિયાન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે જણાવ્યું છે કે યુક્રેનની રાજધાની કિવથી આવી રહેલા વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે.
આ પછી વિદ્યાર્થીને રસ્તામાંથી કિવ પરત લઈ જવામાં આવ્યો છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ પહેલા રશિયન સેનાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું.
