ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
વિશ્વના અન્ય દેશોની જેમ અમેરિકામાં પણ કોરોનાનો કહેર ચાલુ જ છે. અમેરિકામાં કોરોના સંક્રમણના દરરોજ સરેરાશ ૪ લાખ કેસ નોંધાઈ રહ્યા છે. અહીં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન અમેરિકામાં સંરક્ષણપ્રધાન લોયડ ઓસ્ટીન પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
લોયડ ઓસ્ટીને કહ્યું કે તેઓ સંક્રમિત થયા છે. ઓસ્ટીને પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તેમણે કેટલાક લક્ષણો જણાયા પછી ઘરે ટેસ્ટ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ બાઇડન સહિત વિશ્વ ના ઉચ્ચ નેતાગીરીને જાણ કરી છે કે તેઓ સંક્રમિત થયા છે.ઓસ્ટીને કહ્યું કે તેમના સ્ટાફે કોન્ટેકટ ટ્રેસીંગ શરૂ કરી દીધું છે અને મારા સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી દેવાઇ છે. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ બાઇડનને છેલ્લે ૨૧ ડીસેમ્બરે મળ્યો હતો. ઓસ્ટીને ગુરૂવારે પેન્ટાગોનની પણ મુલાકાત લીધી હતી
અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાની દિશામાં કદમ, અધધ આટલા હજાર કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી
અહીં રોજ સરેરાશ ૪ લાખ કેસ આવી રહ્યા છે. અહીં ઓમીક્રોન વેરીયેન્ટના લીધે કેસ ઝડપથી વધી રહ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકન પ્રશાસને કોરોના પોઝીટીવ આવેલા એવા દર્દીઓ જેમાં હળવા લક્ષણો છે તેમનો કવોરન્ટાઇન સમય ૧૦ દિવસથી ઘટાડીને ૫ દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે જે દર્દીઓને હળવા લક્ષણો છે તેમણે ફકત ૫ દિવસ કવોરન્ટાઇન રહેવું પડશે. ત્યારપછી ૫ દિવસ તેમણે માસ્ક પહેરવો પડશે. જો કે આ ગાઈડલાઈનની ટીકા પણ થઈ રહી છે.
