Site icon

 અરે વાહ! આ દેશના લક્વાગ્રસ્ત દર્દીએ માત્ર વિચાર્યું અને આપોઆપ ટ્વિટમાં સેન્ડ થયો મેસેજ ; જાણો શું છે આ નવી તકનીક   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.  

સમગ્ર વિશ્વમાં ટેકનોલોજી નો ઝડપી  વિકાસ થઇ રહ્યો છે, કે અમુક વખત તો માનવી અકલ્પનીય વસ્તુઓને પણ સાકાર બનાવી દે છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક લકવાગ્રસ્ત દર્દીએ બોલ્યા વગર કે ટાઈપ કર્યા વગર મગજના વિચારો મારફતે એક ટ્વીટ કર્યું છે.  જેને જોઈ સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. 

મગજના વિચારોને શબ્દોમાં પરિવર્તિત કરનાર આ દર્દી ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે. ઓસ્ટ્રેલીયાના લકવાગ્રસ્ત દર્દી ફિલિપ ઓકિફની ઉંમર 62 વર્ષ છે. તેઓએ ટ્વીટ કર્યું, " હેલ્લો વર્લ્ડ, નાનું ટ્વીટ, મોટી સિદ્ધિ” આ ટ્વીટ ફીલીપે સિંક્રોન કંપનીના સીઇઓ થોમસ ઓક્સ્ડીના ટ્વીટર હેન્ડલથી કર્યું છે. સાથે જ તેઓએ ડોકટરોને પણ ધન્યવાદ કહ્યું છે.

 

ફિલિપે  જ્યારે આ ટેકનોલોજી વિશે સાંભળ્યું ત્યારે તેઓ ખુશ થયા અને તેમણે કહ્યું કે આ ટેકનોલોજીને એક વખત સમજી લઇએ તો તેનો ઉપયોગ કરીને વિચારોને શબ્દોમાં પરિવર્તિત કરવું મારા માટે સરળ બની જશે. તેમના કહેવા પ્રમાણે તેમના માટે આ બાઈક ચલાવતા શીખવા જેવો જ અનુભવ છે. આ માટે ખૂબ પ્રેક્ટિસની જરૂર પડે છે. પરંતુ એક વખત તમે જ્યારે આ સમજી લો છો તો તમારા માટે આ તકનીક ખૂબ સરળ બની જાય છે અને તમે તેનો આરામથી ઉપયોગ કરી શકો છો. 

ડોકટરોએ આ ફિલિપના મગજમાં પેપરક્લિપનું પ્રત્યારોપણ કર્યું છે. સિંક્રોન કંપનીએ તેના મગજમાં માઇક્રોચીપ લગાવીને દર્દીના વિચારોને શબ્દોમાં બદલવાની ટેકનીક વિકસાવી છે. ફિલિપના મગજમાં લગાવેલી આ માઇક્રોચીપ મગજના સંકેતોને વાંચે છે. પછી તે વિચારોનું વિશ્લેષણ કરે છે. અને તે નિર્દેશોને સમજીને તેને શબ્દોમાં પરિવર્તિત કરે છે.

વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાએ જાેર પકડ્યું, આ દેશમાં લોકડાઉનથી કંટાળી રસ્તા પર ઉતરી વિરોધ કર્યો 

થોમસ ઓક્સલીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય એવા લોકોને આ ટેક્નોલોજી દ્વારા સુવિધાઓ પૂરી પાડવાનો છે કે જેઓ શારીરિક અને માનસિક વિકલાંગતાના કારણે બીજાની મદદથી જીવે છે. તેણે કહ્યું, "હું આશા રાખું છું કે હું લોકો માટે વિચારો દ્વારા કંઈક લખવાનું કે ટ્વિટ કરવાનું સરળ બનાવી શકીશ.”

 

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Exit mobile version