ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
પાકિસ્તાનથી એક મૉબ લિંચિંગની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દેશના સિયાલકોટમાં ટોળાએ એક શ્રીલંકન નાગરિકની પહેલા માર માર્યો અને ત્યારબાદ જીવતો સળગાવી દીધો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિયાલકોટના વઝીરાબાદ રોડ વિસ્તારમાં એક મલ્ટીનેશનલ ફેક્ટરી છે. જ્યાં અચાનક હોબાળો થઈ ગયો હતો.
અહીં મજૂરોની ભીડે ફેક્ટરીના એક્સપોર્ટ મેનેજરને પહેલાં બહાર કાઢ્યો અને માર માર્યો. જે બાદ તેને રોડ પર જ સળગાવી દીધો.
હાલ આ કેસની તપાસ પોલીસ કરી રહી છે.
જો કે આ હોબાળો કયા કારણસર થયો તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું.
ઉલ્લેખનીય છે કે અગાઉ સિયાલકોટમાં 2010માં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી. ત્યારે ભીડે બે ભાઈઓને લુંટેરા ગણાવીને તેઓને જીવતા જ સળગાવી દીધા હતા.
સારા સમાચાર: શતાબ્દી અને દુરન્તોમાં પ્રવાસ કરનારા યાત્રીઓને 10 ડિસેમ્બરથી મળશે આ સુવિધા. જાણો વિગત
