Site icon News Continuous Bureau | Mumbai

ઇંગ્લેન્ડના આ દંપતીની ગજબની નમ્રતા; 17 કરોડની લોટરી લાગી તોય સાદું જીવન જ જીવે છે

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

Join Our WhatsApp Channel

મુંબઈ, 3 ઓક્ટોબર, 2021

રવિવાર

 

 

 

જાહોજલાલીનું જીવન જીવવાની ઘણાને ઈચ્છા હોય છે. રાતોરાત કરોડપતિ બનવાની ઝંખના પણ અનેક લોકોની હોય છે, પરંતુ આ સપનું બધાનું પૂર્ણ થતું નથી. સખત મહેનત કરવી પડે છે. જોકે ક્યારેક ભાગ્ય ચમકે અને વ્યક્તિને અચાનક કરોડપતિ પણ બનાવી શકે છે. આવું જ ઇંગ્લેન્ડની એક મહિલા સાથે થયું. આ મહિલા અને તેના પતિને 17 કરોડ રૂપિયાની લોટરી લાગી. છતાં દંભ કરવાને બદલે તેઓ પહેલાંની જેમ સાદું જીવન જીવી રહ્યા છે અને એ જ મામૂલી નોકરી કરી રહ્યા છે. 

 

ઇંગ્લેન્ડના સાઉથ યોર્કશાયરમાં રહેતી 51 વર્ષની ટ્રીશ એમસન અને તેના પતિ ગ્રાહમ નોર્ટનને 17 કરોડની લોટરી લાગવાથી આશ્ચર્ય થયું હતું. વર્ષ 2003માં તેમણે એક લોટરી ટિકિટ ખરીદી હતી. જ્યારે તેના પરિણામ જાહેર થયા ત્યારે તેમના હોશ ઉડી ગયા, પરંતુ એમના પરિચિતોના હોશ તો આજે પણ ઊડી રહ્યા છે. કારણ કે ટ્રીશ અને તેના પતિ 18 વર્ષ બાદ પણ ધનવાન હોવાનો દેખાડો કરતા નથી. આ બંનેના નમ્ર સ્વભાવને કારણે ટ્રીશ આજે પણ એક સ્કૂલમાં બાળકોને ખાવાનું પહોંચાડવાનું કામ કરે છે અને તેના પતિ એક ડેકોરેટરનું કામ કરે છે.

 

 એક મીડિયા સંસ્થા સાથે વાત કરતી વખતે આ દંપતીએ જણાવ્યું હતું કે, તેમણે તેમના 17 વર્ષના દીકરા બેન્જામિનને પણ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલ્યો નથી. કારણ કે તેઓ રૂપિયા ઉડાવવા માગતા નથી. પોતાના બાળકને પૉકેટમની પણ આપતા નથી. જેથી તેમનું બાળક રૂપિયાની કિંમત સમજી શકે.

 

 

 

ટ્રીશ અને તેના પતિએ આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ધનવાન થવાનો મતલબ એ નથી કે તમે સારા માણસ બની ગયા. તમારું વર્તન તમને સારી વ્યક્તિ બનાવે છે. અમને દેખાડો કરવો પસંદ નથી. વાસ્તવિકતામાં જીવવાનું પસંદ કરીએ છીએ. 

આ દંપતીને લોટરી લાગી એના પાંચ વર્ષ પહેલાં તેઓ બાળક માટે ઝંખી રહ્યા હતા. ઘણી કોશિશ કર્યા બાદ પણ ટ્રીશ પ્રેગ્નેન્ટ થઈ નહીં. આ બન્નેના જણાવ્યા અનુસાર લોટરી લાગ્યા બાદ તેમનું નસીબ તો ખુલ્યું પણ કેટલાક મહિના બાદ તેને ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે. આ બન્ને સાધારણ જીવન જીવી રહ્યા છે અને હંમેશા સુપરમાર્કેટમાં શોપિંગ કરે છે, ફાલતુ ખર્ચ કરતા નથી.

Donald Trump On AI Regulations ચીન સાથેની ડિજિટલ સુપરપાવર સ્પર્ધા પર ટ્રમ્પનું ફોકસ AI પર સરકારી અંકુશો અમેરિકાની તાકાત નબળી પાડશે તેવી વ્યક્ત કરી ચિંતા
Xi Jinping Skips PM Modi Banquet ભારતચીન સંબંધોમાં ફરી ખટાશના સંકેત વડાપ્રધાન મોદીના ભોજન સમારંભથી ચીની રાષ્ટ્રપતિએ અંતર જાળવતાં સનસનાટી
Saudi Arabia New Trouble યમન સરહદે યુદ્ધનું કાઉન્ટડાઉન ખતરનાક કબીલાઓએ સાઉદી વિરુદ્ધ શસ્ત્રો ઉપાડ્યા, હૂથીઓનું પલડું ભારે થતાં રિયાધમાં હલચલ
BRICS Summit Geopolitical Challenges બ્રિક્સ બેઠકમાં રશિયાઈરાન અને અમેરિકા વચ્ચે ગરમાગરમી મહાસત્તાઓના આ ટકરાવ વચ્ચે ભારત માટે સંતુલન જાળવવું કેમ બનશે અગ્નિપરીક્ષા?
Exit mobile version