ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં દરિયાઈ વાવાઝોડા ઈડાએ તરખાટ મચાવ્યો છે
પ્રાપ્ત જાણકારી મુજબ તોફાન ઈડાના કેરથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ભારે વરસાદ થયો અને વિસ્તારમાં આવેલા પુરમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે.
બંને જગ્યાઓએ ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે જ્યારે વાવાઝોડું વધારે ખતરનાક બનીને ન્યૂ ઈંગ્લેન્ડ તરફ વધી ગયું છે.
કહેવામાં આવી રહ્યું છે કે આવું તોફાન અનેક સદીઓમાં એકવાર આવે છે અને આ વાવાઝોડાએ અમેરિકાની સમગ્ર વ્યવસ્થાને લગભગ નાશ કરી દીધી છે.
ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી જેવા મોટા શહેરો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત છે. દેશના અન્ય ભાગોમાં પણ આવી જ સ્થિતિ છે.
