Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ, ઈમરાનખાન સરકારે આપ્યો આ આદેશ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર કિલ્લા ખાતે મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ કરનારાઓને પકડવાનો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આદેશ આપ્યો છે.

શીખ સમુદાયના 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની 9-ફૂટની કાંસ્યની પ્રતિમાને લાહોર કિલ્લામાં પ્રતિબંધિત સંગઠન તેહરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (ટીએલપી)ના એક કાર્યકર્તાએ તોડફોડ કરી હતી. 

હુમલાખોરોએ હાથથી પ્રતિમાના પગ અને બીજો હિસ્સો તોડી નાંખ્યો હતો. 

જોકે હુમલાખોરો વધારે નુકસાન પહોંચાડે તે પહેલા બીજા લોકોએ આવીને તેમને રોકી લીધા હતા.  

લાહોર કિલ્લાના વહીવટીતંત્રએ પણ આરોપી સામે કડક પગલું ભરવાનું કહ્યું છે. રણજીતસિંહની પ્રતિમાને તોડવાની ઘટનાને ભારત સરકારે વખોડી કાઢી છે અને આવા હુમલા રોકવામાં પાકિસ્તાન સરકારની નિષ્ફળતાની ઝાટકણી કાઢી છે.

ઑનલાઇન શિક્ષણની આડઅસર, દેશના 53 ટકા વાલીઓ બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version