અમેરિકાના સંસદ ભવનમાં ગત બુધવારે થયેલી હિંસા માટે પ્રતિનિધિ સભાના ડેમોક્રેટ સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માનતા તેના પર મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
પ્રતિનિધિ સભામાં આ પ્રસ્તાવ પર બુધવારના રોજ મતદાન થશે.
જો આ પ્રસ્તાવ પસાર થઇ જાય છે તો ટ્રમ્પ પહેલા રિપબ્લિકન રાષ્ટ્રપતિ હશે જેમણે બે વખત મહાભિયોગનો સામનો કરવો પડ્યો છે.
