યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા અને મોટી ટેકનોલોજી કંપનીઓ પર તેમના હરીફ જો બીડેનના ભ્રષ્ટાચારના આરોપો છુપાવી રાહયાનો આરોપ લગાવ્યો છે.
ચૂંટણી રેલી માટે રવાના થતાં પહેલા ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું હતું કે, "આજે આપણે જે જોઇ રહ્યા છીએ તે પહેલાં ક્યારેય બન્યું નથી. મીડિયા અને ટેક કંપનીઓ સાથે શું થઈ રહ્યું છે! મને લાગે છે કે મીડિયા અને ટેકનોલોજી કંપની ઓ એ જો બાઈડનના ભ્રષ્ટાચાર છુપાવી પોતાને ઘણું નુકસાન કર્યું છે કારણ કે તેઓએ પોતાને ખૂબ મર્યાદિત રાખ્યું છે. તમે જાણો છો, તેઓ બાયડેન સંપૂર્ણપણે ભ્રષ્ટ છે અને બધા જાણે છે. ''
નોંધનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે.