Site icon

અમેરિકાના યુવાઓ યુરોપ તરફ મૂકી રહ્યું છે દોટ-જાણો USA ના ક્રાઈમ અને ગન કલ્ચરથી શું સ્થિતિ છે હાલ

News Continuous Bureau | Mumbai 

 દુનિયાના લાખો લોકો અમેરિકામાં(USA) જવાનું સપનું જુએ છે. પરંતુ અમેરિકાના યુવાઓ(America's youth) ઝડપથી યુરોપીય દેશો(European countries) તરફ પલાયન કરી રહ્યા છે. આ નવો ટ્રેન્ડ છે. કેમ કે અત્યાર સુધી અમેરિકામાં રિટાયર થઈ ગયેલા લોકો ઈટલી(Italy), પોર્ટુગલ(Portugal), સ્પેન(Spain), ગ્રીસ(Greece) અને ફ્રાંસ(France) જેવા દેશોમાં જઈને વસવા લાગ્યા છે. ગ્રીસ, પોર્ટુગલ, ઈટલી વગેરે દેશોમાં છેલ્લાં વર્ષની સરખામણીમાં અમેરિકન લોકોની સંખ્યામાં ૪૫ ટકા સુધીનો વધારો થયો છે.  

Join Our WhatsApp Community

અમેરિકાના લોકોનો આવવાથી ઈટલીની અનેક કંપનીઓની આવકમાં વધારો થયો છે. કેમ અમેરિકાના લોકો પલાયન કરી રહ્યા છેઃ ૧. ડોલરનું(USD) મજબૂત થવું. ૨. અમેરિકામાં મોંઘી સારવાર. ૩. ગન કલ્ચરના(Gun Culture) કારણે વધી રહેલો ક્રાઈમ. 

આ સમાચાર પણ વાંચો : સાવધાન-મુંબઈગરા પોતાના શ્વાસમાં ઝેર લઈ રહ્યા છે-મુંબઈની હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું

ડોલર મજબૂત થવાથી અમેરિકાના નાગરિકો(American citizens) બીજા દેશમાં સરળતાથી ઓછા પૈસામાં સારું જીવન જીવી શકે છે. કેલિફોર્નિયાના(California) જેન વિટમેન(Jane Whitman) પતિ અને બાળકોની સાથે રહેવા લાગ્યા છે. તે બાળકોને અલગ પરિસ્થિતિમાં ઉછેરવા માગે છે. એક એવો માહોલ જયાં ભણવા માટે લોન ન લેવી પડે અને ફ્રી સ્વાસ્થ્ય સેવાઓ હોય. 

કોરોના (Corona) દરમિયાન કારીગર વર્ગને એવું લાગ્યું કે તે પ્રોફેશનલ અને પર્સનલ જિંદગીને(Professional and personal life) અલગ રાખી શકતા નથી. આ કારણે અમેરિકામાં ૨૦૨૧માં ૪ કરોડથી વધારે લોકોએ નોકરી છોડી દીધી છે. આ દરમિયાન લોકો મોંઘી સારવારના કારણે હોસ્પિટલ જવાથી પણ બચતા રહ્યા. નિયમિત ચેક-અપ પણ કરાવ્યું નહીં. એવામાં શાનદાર જિંદગીની આશામાં અમેરિકાના લોકો યુરોપીય દેશો પર વિશ્વાસ રાખી રહ્યા છે. વર્ષ ૨૦૨૦માં હત્યાના આંકડા પણ ૩૦ ટકા સુધી વધ્યા. 

દુનિયામાં ગનથી થતી હત્યામાં અમેરિકા સૌથી આગળઃ અમેરિકામાં ૭૯% હત્યા. કેનેડામાં ૩૭% હત્યા. ઓસ્ટ્રેલિયામાં ૧૩% હત્યા. બ્રિટનમાં ૪% હત્યા. 

આ સમાચાર પણ વાંચો : દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે સકંજો કસાશે- સીબીઆઈના દરોડા બાદ ઈડી પણ આવશે મેદાને- આ છે કારણ 

એક સર્વે પ્રમાણે અમેરિકાના લોકોનું માનવું છેકે મોંઘવારી પછી ગન કલ્ચર સૌથી મોટી સમસ્યા છે. તેની સામે યુરોપીય દેશોમાં ગુનાખોરી ઓછી છે. કલ્યાણકારી યોજનાઓ વધારે છે અને ઘરની કિંમત પણ ઓછી છે. 

અનેક લોકો એવા છે જે યુરોપમાં રહીને અમેરિકી કંપનીઓ(American companies) માટે રિમોટ વર્ક કરી રહ્યા છે. યુરોપના દેશોમાં ૨૭,૦૦૦ ડોલરથી લઈને ૪૫,૦૦૦ ડોલર સુધીનો પગાર મળે છે. જ્યારે અમેરિકાની કંપનીઓ ૭૦,૦૦૦ ડોલરનો સરેરાશ પગાર આપે છે. એવામાં લોકો આ કંપનીઓનું કામ છોડવા માગતા નથી. લોકોનું માનવું છે કે તે અમેરિકી કંપનીઓમાં કમાઈને યુરોપના દેશોમાં ખર્ચ કરીશું તો તેમનો પરચેઝિંગ પાવર મજબૂત બની રહેશે.

આ સમાચાર પણ વાંચો : મિર્ઝાપુર 3ના સેટ પરની તસવીરો થઇ લીક-જોવા મળ્યો ગુડ્ડુ ભૈયાનો ખૌફનાક લૂક-જુઓ ફોટોગ્રાફ્સ

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version