ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
નાટો દેશોએ રશિયા સામે કાર્યવાહીની પહેલ શરૂ કરી દીધી છે.
યૂક્રેન પર હુમલો કરનાર રશિયાને પાઠ ભણાવવા NATOએ યૂક્રેનની મદદે સેના મોકલી છે.
યુક્રેન પર થયેલા હુમલા બાદ નાટો દેશોની મોટી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નાટોની આ કાર્યવાહીની પહેલ વચ્ચે અમેરિકાએ પોતાના સૈનિકોને યુક્રેન તરફ મોકલવાનું શરૂ કરી દીધું છે.
રશિયાને ઘેરવા માટે અમેરિકી સેના લાટવિયા પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે નાટો દુનિયાભરના તમામ દેશોનું એક સૈન્ય સંગઠન છે, જે યુદ્ધની આવી સ્થિતિ માટે બનાવવામાં આવ્યું છે.
હાલ નાટોમાં 30 દેશો સામેલ છે જેમા અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની સહિતના કેટલાક દેશો સામેલ છે