Site icon

ભારત અને નેપાળ વચ્ચેની દાયકાઓ જૂની પરંપરા હજુ પણ જીવંત, નેપાળના આર્મી પ્રમુખને આ હોદ્દો આપીને કરાયા સન્માનિત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 11 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

નેપાળની સેનાના ચીફ પ્રભુ રામ શર્માને ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સેનાના જનરલનો માનદ હોદ્દો આપ્યો હતો.

નેપાળના આર્મી ચીફ ચાર દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. 

1984માં તેઓ નેપાળ સેનામાં જોડાયા હતા અને આ વર્ષે તેઓ નેપાળની આર્મીના ચીફ બન્યા છે.

આ પહેલા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતના આર્મી ચીફ એમ એમ નરવણે નેપાળના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને પણ નેપાળની સેનાના જનરલનો માનદ હોદ્દો એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે  ભારત અને નેપાળ વચ્ચે દાયકાઓ જુની પરંપરા છે અને બંને દેશો એક બીજાની સેનાના ચીફને આ રીતે જનરલનો માનદ હોદ્દો આપે છે. આ પરંપરા 1950થી શરુ થયેલી છે.

 

Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Saffron Surprise in Israel: નેતન્યાહુનો અદભૂત અંદાજ: પીએમ મોદી સાથેની મુલાકાતમાં પહેરી ભારતીય સદરી; સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ચર્ચા.
Uranium for India: ભારતના પરમાણુ મથકો માટે ‘ગોલ્ડન ન્યૂઝ’: કઝાકિસ્તાનથી આવશે યુરેનિયમનો કાફલો; ઈંધણની અછત હવે ક્યારેય નહીં વર્તાય..
PM Modi Israel Defense Deal 2026: બ્રહ્મોસથી પણ ચાર ડગલાં આગળ! ઈઝરાયેલનું ગુપ્ત હથિયાર ‘ગોલ્ડન હોરાઈઝન’ ભારતીય સેનામાં થશે સામેલ; જાણો તેની ઘાતક તાકાત
Exit mobile version