Site icon

Nepal: નેપાળમાં પણ થઈ રહી છે હિન્દુ રાષ્ટ્રની માંગ,સરકાર વિરુદ્ધ પ્રદર્શન

Nepal: Demand for Hindu Rashtra in Nepal; Protests Against the Government

Nepal: Demand for Hindu Rashtra in Nepal; Protests Against the Government

News Continuous Bureau | Mumbai

Nepal: નેપાળમાં (Nepal) રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્રની (Hindu Rashtra) પુનઃસ્થાપનાની માંગ માટે હિન્દુઓએ મોટા પ્રમાણમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન થયેલી હિંસામાં તોડફોડ અને આગજની કરવામાં આવી. આ દરમિયાન પોલીસોએ આંસુગેસના શેલ છોડ્યા. આ હિંસામાં એક યુવાન ઘાયલ થયો.

Join Our WhatsApp Community

 

નેપાળમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી

દેશમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વારંવાર થતી સત્તાપલટને કારણે નેપાળની (Kathmandu) જનતા ત્રસ્ત થઈ ગઈ છે. તેમાંથી તેઓ રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે. નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રએ 19 ફેબ્રુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ (Republic Day) નિમિત્તે જનતાનું સમર્થન માગ્યું હતું. ત્યારથી દેશમાં ‘રાજા પરત લાવો, રાષ્ટ્ર બચાવો’ આંદોલનની તૈયારી ચાલી રહી હતી.

 

40 થી વધુ નેપાળી સંસ્થાઓનો ભાગ

આ આંદોલનમાં 40 થી વધુ નેપાળી સંસ્થાઓએ ભાગ લીધો છે.  આંદોલનકારીઓએ સરકારને એક અઠવાડિયાની મુદત આપી છે. જો તેમની માંગણીઓ પર કાર્યવાહી નહીં થાય, તો મોટા પ્રમાણમાં હિંસક આંદોલન થશે, એમ તેમનું કહેવું છે. આ આંદોલનનું નેતૃત્વ 87 વર્ષીય નવરાજ સુવેદી કરી રહ્યા છે. નવરાજ સુવેદી કહે છે કે, અમે અમારી માંગણીઓ શાંતિપૂર્ણ રીતે રજૂ કરી રહ્યા છીએ; પરંતુ જો અમને સકારાત્મક પ્રતિસાદ નહીં મળે, તો અમને પ્રદર્શન તીવ્ર કરવા માટે મજબૂર થવું પડશે. અમારું લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો:

ભારતની પ્રતિક્રિયા

આ મામલે ‘આ એક દેશની આંતરિક ઘટના હોવાથી અમે તેના પર ટિપ્પણી નહીં કરીએ’, એવી પ્રતિક્રિયા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી (Vikram Misri)એ આપી છે.

Tragic Accident Near Panvel: મહારાષ્ટ્રમાં કાળમુખો અકસ્માત: IIT બોમ્બેના ૩ તેજસ્વી વિદ્યાર્થીઓના મોત; લોનાવાલાથી સૂર્યોદય જોઈ મુંબઈ પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Qatar LNG Crisis: કતરનો ડરામણો ખુલાસો: ‘આગામી ૫ વર્ષ સુધી ભારતની ગેસ સપ્લાય (Gas Supply) પર થશે અસર’, ઈરાની હુમલામાં ૧૭% એક્સપોર્ટ કેપેસિટી તબાહ
US Iran Attack 2026: ઈરાન પર થશે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: અમેરિકી રક્ષા મંત્રીની ગર્જના, કહ્યું- ‘અમારી શરતો પર જ ખતમ થશે આ યુદ્ધ’
Haifa Oil Refinery Attack: ઈરાને ઈઝરાયેલ પર કરી અત્યાર સુધીની સૌથી મોટી સ્ટ્રાઈક: હાઈફામાં (Haifa) ઓઈલ રિફાઈનરી કોમ્પ્લેક્સ પર ભીષણ હુમલો, ચારેતરફ ધુમાડાના ગોટા
Exit mobile version