Site icon News Continuous Bureau | Mumbai

શું ચીને આ દેશની પણ જમીન પચાવી પાડી? તપાસ માટે સરકારે બનાવી હાઈલેવલ કમિટી ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

ચીનની સરહદે આવેલા નેપાળના વિસ્તારોમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. 

નેપાળ સરકારે હિમાલયી જિલ્લા હુમાલામાં ચીન સાથે સરહદી વિવાદની વિગતોનો અભ્યાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. 

સરકારના પ્રવક્તા જ્ઞાનેદ્ર બહાદુર કાર્કીએ જણાવ્યું હતું કે સમિતિ નેપાળ-ચીન સરહદે લીમી લાપચાથી હુલા જિલ્લાની નમખા ગ્રામ્ય નગરપાલિકામાં હિલ્સા સુધીની સમસ્યાઓનો અભ્યાસ કરશે. 

નવી સમિતિમાં સર્વે વિભાગના અધિકારીઓ, નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ અને સરહદ નિષ્ણાતોનો સમાવેશ થશે.

 આ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવના સંકલન હેઠળ કરવામાં આવશે. 

કાર્કીએ કહ્યું કે સમિતિ ગૃહ મંત્રાલયને અહેવાલ સુપરત કરશે. જોકે, કમિટીને રિપોર્ટ રજૂ કરવા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ સમિતિની રચના માટે મંજૂરી આપવામાં આવી હતી. 

સમુદ્રમાં ભારતની વધશે તાકાત, આ તારીખે લોન્ચ થશે ન્યુક્લિયર મિસાઇલ ટ્રેક કરી શકતુ પહેલું જહાજ; જાણો વિગતે 

Space Warfare Escalation અંતરિક્ષમાં યુદ્ધના ભણકારા અમેરિકાએ પૃથ્વીની કક્ષામાં હથિયાર તૈનાત કરતાં રશિયા અને ચીન હાઈ એલર્ટ પર
Nuclear Weapon કોની પાસે કેટલા પરમાણુ હથિયાર, ટોચ પર કોણ અને ભારત ક્યાં? સિપ્રીના તાજા અહેવાલમાં મોટો ખુલાસો
Pakistani Politician Viral English Speech ‘ઇંગ્લિશનું આવું કત્લેઆમ…’ પાકિસ્તાની ધારાસભ્યનું અંગ્રેજી સાંભળી લોકો હસીહસીને થયા લોટપોટ, તમે જોયો કે નહીં આ વાયરલ વીડિયો?
Saudi Arabia Houthi Attacks સાઉદી અરેબિયા પર હૂતી વિદ્રોહીઓનો મોટો હુમલો ૬ શહેરોમાં હાઈ એલર્ટ, ઓઈલ પાઈપલાઈન બંધ થતાં ઊર્જા સંકટ ઘેરાયું
Exit mobile version