Site icon

Israel Hamas War: ઇઝરાયેલના પીએમ નેતન્યાહનું મોટું નિવેદન- ‘પૃથ્વી પરથી હમાસનું અસ્તિત્વ મિટાવવાના નેતન્યાહૂએ લીધા સોગંદ..

Israel Hamas War: ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું "પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથના તમામ આતંકવાદીઓનું મૃત્યુ નિશ્ચિત છે..સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર ગાઝા પર ઈઝરાયેલના હુમલા બાદ અત્યાર સુધીમાં 3 લાખ 38 હજાર લોકો વિસ્થાપિત થયા છે….

Netanyahu took an oath to wipe out the existence of Hamas from the earth'

Netanyahu took an oath to wipe out the existence of Hamas from the earth'

News Continuous Bureau | Mumbai 

Israel Hamas War: ઇઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel Hamas War) વચ્ચે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) એ બુધવારે એક નિવેદનમાં હમાસ લડવૈયાઓને ખતમ કરવાની વાત કરી હતી. તેણે કહ્યું, “પેલેસ્ટિનિયન (Palestine) આતંકવાદી જૂથના તમામ આતંકવાદીઓનું મૃત્યુ નિશ્ચિત છે.” શનિવારે હમાસ(Hamas) દ્વારા ઈઝરાયેલ પર અચાનક હુમલા બાદ પ્રથમ વખત નેતન્યાહુએ હમાસને ખતમ કરવાની વાત કરી છે. તેણે કહ્યું, “હમાસ એ Daesh (Islamic State Group) જેવું છે, જેમ દુનિયાએ Daesh નો નાશ કર્યો હતો તેમ અમે તેનો નાશ કરીશું.”

Join Our WhatsApp Community

ઇઝરાયલના(Israel) સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે કહ્યું કે, અમે હમાસને પૃથ્વી પરથી મિટાવી દઇશું. નેતન્યાહુએ અસ્થાયી રૂપે તેમના રાજકીય મતભેદોને બાજુએ રાખ્યા છે અને યુદ્ધની વચ્ચે સરકારમાં વિપક્ષનો સમાવેશ કર્યો છે. આ નવી કટોકટી સરકારમાં ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટ્ઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Mines And Minerals : મંત્રીમંડળે ત્રણ મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજો – લિથિયમ, નિયોબિયમ અને દુર્લભ પૃથ્વી એલિમેન્ટ્સ નાં ખનન માટે રોયલ્ટીનાં દરને મંજૂરી આપી

ગાઝા પર 3 લાખ 38 હજાર લોકો વિસ્થાપિત થયા….

સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર ગાઝા(Gaza) પર ઈઝરાયેલના હુમલા બાદ અત્યાર સુધીમાં 3 લાખ 38 હજાર લોકો વિસ્થાપિત થયા છે. બીબીસીના સમાચાર અનુસાર, હમાસના કબજા હેઠળના ગાઝા પટ્ટી વિસ્તારમાં ઈઝરાયેલે લગભગ 3 લાખ રિઝર્વ ફોર્સ તૈનાત કર્યા છે.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં બંને પક્ષે 2100 લોકોના મોત થયા છે, જેમાં ગાઝા વિસ્તારમાં 1000 હજાર લોકોના મોત થયા છે, જ્યારે ઇઝરાયેલમાં 1200 લોકોએ જીવ ગુમાવ્યા છે.

પેલેસ્ટિનિયન હેલ્થ ડિપાર્ટમેન્ટના તાજેતરના આંકડાઓ અનુસાર, ઇઝરાયેલના હવાઈ હુમલાને કારણે દર કલાકે લગભગ 51 પેલેસ્ટિનિયનોના મોત થઈ રહ્યા છે. ગાઝામાં મદદ પહોંચાડવા અને સલામત કોરિડોર બનાવવા માટે યુ.એસ. ઇઝરાયેલ, સંયુક્ત રાષ્ટ્ર અને ઇજિપ્ત સાથે વાતચીત કરી રહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકન થોડા કલાકોમાં ઈઝરાયેલ પહોંચવાના છે.

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Exit mobile version