ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર, 2021
શુક્રવાર
કોરોના મહામારી શરૂ થઇ તે પછી પહેલીવાર જર્મનીમાં એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અહીં છેલ્લા 24 કલાકમાં 73,552 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.
આ સાથે જ દેશમાં કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 5,650,170 થઈ ગઈ છે.
આ સમયગાળા દરમિયાન 357 લોકોના મોત થતા મરણાંક આંક 100,476 સુધી પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે અન્ય ઘણા દેશોની જેમ જર્મની પણ કોરોના મહામારીના ચોથા લહેરનો સામનો કરી રહ્યું છે, જેના કારણે અહીં રેકોર્ડ સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે
કંગાળિયા પાકિસ્તાનને ફરી તમાચોઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે લોનની દરખાસ્તને ફરી ફગાવી; જાણો વિગત
