Site icon

કાબુલ ગુરુદ્વારા પર આતંકવાદી હુમલાની તપાસ અદ્ધરતાલ, એનઆઈએ ટીમનો અફઘાનિસ્તાન દોરો આ કારણે ‘અનિશ્ચિત સમય’ માટે રદ્દ ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હોવાથી, ગયા વર્ષે કાબુલના ગુરુદ્વારા પર થયેલા આતંકી હુમલાની તપાસ અટકી ગઈ છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આ કેસમાં FIR નોંધીને તપાસ શરૂ કરી હતી અને તેની ટીમ આ સંબંધમાં નવેમ્બરમાં કાબુલ પણ ગઈ હતી, પરંતુ બદલાયેલા સંજોગોમાં તપાસ આગળ વધવાની સંભાવનાઓ ધૂંધળી થઈ ગઈ છે. 

એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કાબુલ ગુરુદ્વારાની તપાસ સાચી દિશામાં ચાલી રહી છે, ગયા વર્ષે નવેમ્બરમાં કાબુલની મુલાકાત દરમિયાન એનઆઈએની ટીમે આ સંદર્ભે મહત્વની માહિતી અને પુરાવા એકત્ર કર્યા હતા. 

હુમલામાં સંડોવાયેલા માર્યા ગયેલા આતંકવાદીનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં તે અફઘાનિસ્તાનનો નાગરિક હોવાની પુષ્ટિ થઈ હતી. પરંતુ હવે અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં છે, તેથી ત્યાં તપાસ આગળ વધારવી શક્ય નહીં હોય.

વિદેશી ધરતી પર આતંકવાદી હુમલાની તપાસનો આ પહેલો કેસ છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 25 માર્ચે કાબુલના ગુરુદ્વારા પર થયેલા આતંકવાદી હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 27 લોકો માર્યા ગયા હતા. તેમાંથી ઘણા ભારતીય નાગરિકો હતા.  

હવે તો પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડો! ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી ગયા પણ ભારતમાં ભાવ ઠેરનાં ઠેર ; જાણો અત્યાર સુધીમાં કેટલું મોંઘું થયું ઇંધણ 
 

Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Saffron Surprise in Israel: નેતન્યાહુનો અદભૂત અંદાજ: પીએમ મોદી સાથેની મુલાકાતમાં પહેરી ભારતીય સદરી; સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ચર્ચા.
Uranium for India: ભારતના પરમાણુ મથકો માટે ‘ગોલ્ડન ન્યૂઝ’: કઝાકિસ્તાનથી આવશે યુરેનિયમનો કાફલો; ઈંધણની અછત હવે ક્યારેય નહીં વર્તાય..
PM Modi Israel Defense Deal 2026: બ્રહ્મોસથી પણ ચાર ડગલાં આગળ! ઈઝરાયેલનું ગુપ્ત હથિયાર ‘ગોલ્ડન હોરાઈઝન’ ભારતીય સેનામાં થશે સામેલ; જાણો તેની ઘાતક તાકાત
Exit mobile version