Site icon

ધ્યાનથી સાંભળજે- 30 વર્ષ પહેલા કોઈ સીરિયસ છોકરા સાથે લફરુ કરતી નહીં- આ દેશના રાષ્ટ્રપતિએ છોકરીને આપી વણમાગી સલાહ- જુઓ વાયરલ વીડિયો 

News Continuous Bureau | Mumbai

અમેરિકાના રાષ્ટ્રપતિ(President of America) જો બાઈડને(Joe Biden) શુક્રવારે કેલિફોર્નિયાના(California) ઈર્વિનમાં(Irvine) હતાં. અહીં તેમણે એક છોકરીને ડેટીંગ(Dating Advice) સાથે જોડાયેલી એક સલાહ આપી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. ઈર્વિન વેલી કોલેજમાં(Irvine Valley College) ભાષણ આપ્યા બાદ બાઈડન એક છોકરી સાથે સેલ્ફી લેવા માટે ઊભા રહ્યા હતા. પોતાના હાથ છોકરીના ખભ્ભામાં રાખીને તેમણે એક સલાહ પણ આપી દીધી. કેટલાય લોકોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Join Our WhatsApp Community

વીડિયોમાં બાઈડન છોકરીને કહેતા દેખાઈ રહ્યા છે, હવે એક મહત્વની વાત કરવા જઈ રહ્યો છું, જાે હું મારી દિકરીઓ અને પૌત્રીઓને પણ કહું છું. બાઈડન કહે છે કે, ૩૦ વર્ષની થા ત્યાં સુધીમાં કોઈ સિરીયસ છોકરાને ડેટ કરતી નહીં. વણમાગી(Unsolicited) અમેરિકન રાષ્ટ્રપતિની સલાહ સાંભળીને છોકરી પણ ચોંકી ગઈ અને કહ્યું કે ઠીક છે, હું આ વાત યાદ રાખીશ. બાઈડનની સલાહ સાંભળીને છોકરી હસવા લાગી હતી. જોકે અમુક લોકોએ બાઈડનની આવી હરકતની ટિકા કરતા લખ્યું છે કે, છોકરીઓ અહસજતા અનુભવી રહી છે. જોકે, અમુક યુઝર્સે તેના વખાણ પણ કર્યા અને તેમને સારા માણસ ગણાવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : કરોડોની મદદ કર્યા બાદ અચાનક અમેરિકાનું આત્મજ્ઞાન- પાકિસ્તાન ને લઈને આપ્યું આ મોટું નિવેદન

આમ પણ બાઈડન પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બાઈડન મોટા ભાગે પોતાની વ્યક્તિગત જિંદગીને લઈને ટિકાઓનો શિકાર બનતા રહ્યા છે. આ અગાઉ નેશનલ એજ્યુકેશન એસોસિએશનમાં એક ભાષણ દરમિયાન તેમણે પોતાના દોસ્ત વિશે કહ્યું હતું કે, જે તેમનાથી ૧૮ વર્ષ નાની હતી. તેમણે ભીડમાં એક મહિલાની ઓળખાણ કરતા તેનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, તે ૧૨ વર્ષની હતી અને હું ૩૦ વર્ષનો હતો, પણ આ મહિલાએ મને ઘણુ બધું કરવામાં મારી મદદ કરી.

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version