Site icon

લો બોલો! ઉત્તર કોરિયામાં ટાઈટ પેન્ટ પહેરવા પર પ્રતિબંધ, કારણ જાણીને લાગશે નવાઈ…

 News Continuous Bureau | Mumbai

ઉત્તર કોરિયા(North Korea) વિશ્વના સૌથી ગુપ્ત દેશોમાંથી એક છે. અહીં બધું સરમુખત્યાર દ્વારા નિયંત્રિત છે. આવી સ્થિતિમાં દેશની કોઈ માહિતી સરમુખત્યારની ઈચ્છા વિરુદ્ધ બહાર ન આવી શકે. આ સરમુખત્યારે દેશમાં ઘણા હાસ્યાસ્પદ નિયમો પણ બનાવ્યા છે. આ નિયમો તોડવાનો અર્થ ક્યારેક મૃત્યુ થાય છે. કિમ જાેંગ(kim jong)ની નજરમાં કોઈપણ ભૂલ માટે માફી નથી. આ માટે કડક સજા આપવામાં આવે છે. હેર કટથી લઈ ઇન્ટરનેટના ઉપયોગ પર ઘણા નિયંત્રણો છે. હવે આ સરમુખત્યાર દેશમાં વધુ એક નવો નિયમ બનાવ્યો છે. 

Join Our WhatsApp Community

ઉત્તર કોરિયા(North Korea)માં જીન્સ પહેરવા પર પહેલેથી જ પ્રતિબંધ છે. હવે સરમુખત્યાર કિમ જોંગે (kim jong) દેશમાં ટાઈટ પેન્ટ (Tight jeans ban)પહેરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સરમુખત્યાર અનુસાર, આ અશ્લીલ ફેશન દેશના યુવાનોને ગેરમાર્ગે દોરી શકે છે. આ કારણથી દેશમાં જો કોઈ ટાઈટ પેન્ટમાં જોવા મળશે તો તેને તરત જ સજા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા કૃપયા ધ્યાન દે. આવતીકાલે હાર્બર અને મધ્ય રેલવે પર આટલા કલાકનો રહેશે મેગા બ્લોક, આ રૂટની સેવા રહેશે બંધ. 

અમેરિકા(USA) સાથે ખરાબ સંબંધોના કારણે અહીં જીન્સ પર પહેલાથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ દેશના યુવાનો સ્કિની જીન્સને બદલે ટાઈટ પેન્ટ પહેરતા હતા. આવી સ્થિતિમાં, સરમુખત્યારે તેના પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

કિમ જોંગ(Kim Jong)ના જણાવ્યા અનુસાર, ચુસ્ત પેન્ટ અશ્લીલતાની નિશાની હતી. હવે દેશમાં વીસથી ત્રીસ વર્ષના યુવાનોને આવા પેન્ટ ન પહેરવાની કડક સૂચના આપવામાં આવી છે. જો કોઈ આવા કપડાં પહેરેલા જોવા મળશે તો તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. એટલું જ નહીં, તેને પત્રમાં લખવા માટે કહેવામાં આવશે કે તે ભવિષ્યમાં ક્યારેય આવા કપડાં નહીં પહેરે. મહિલાઓ માટે આ આદેશનો કડક અમલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના ડ્રીમ પ્રોજેક્ટ પર પડશે હથોડો? હાઈ કોર્ટે આપ્યો આ આદેશ.. જાણો વિગતે. 

ઉત્તર કોરિયામાં જીન્સ પર પહેલેથી જ પ્રતિબંધ છે. આ સિવાય પણ ઘણા પ્રકારના ફેશન ટ્રેન્ડ છે, જેના પર પ્રતિબંધ છે. દેશમાં કોઈ પણ વ્યક્તિ પોતાના વાળ રંગી શકતો નથી. ઉપરાંત, આવા શર્ટ જે પશ્ચિમી બ્રાન્ડના છે તેને પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના લોકો ચહેરા પર કોઈપણ પ્રકારનું વેધન કરાવી શકતા નથી. કિમ જોંગે દેશમાં લેધર જેકેટ (Leather jacket)પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જો કે તે પોતે પણ આવા જેકેટ પહેરી શકે છે. પરંતુ અન્યને પહેરવા બદલ તેને સજા કરવાની જોગવાઇ છે. 

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version