Site icon

કોરોના મહામારીને કારણે હવે આ બીમારી સામેની લડાઈમાં આવી રહ્યા છે અવરોધો, મોતના આંકડામાં પણ વધારો : ડબ્લ્યુએચઓ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

મેલેરિયાથી થયેલા કુલ મોત પૈકી ૯૫ ટકા મોત સબ સહારા આફ્રિકન દેશોંમાં થયા હતાં. છેલ્લા ૧૫ વર્ષોમાં ચીન અલ સાલ્વાડોર સહિત ૧૨ દેશોને ડબ્લ્યુએચઓ દ્વારા મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.  જાે કે બીજી તરફ ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમુક દેશોમાં મેલેરિયાના કેસો અને તેનાથી થતા મોતની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે.  વર્ષ ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન ૧૧ દેશોમાં મેલેરિયાના કેસો ૧.૩ કરોડથી વધીને ૧૬.૩ કરોડે પહોંચી ગયા હતાં. આ દેશોમાં ગયા વર્ષો મેલેરિયાથી થતા મોત પણ ૫૪૦૦૦થી વધીને ૪,૪૫,૦૦૦ થઇ ગયા હતાં.કોરોના મહામારીને કારણે મેલેરિયા સામેની લડાઇમાં અવરોધ ઉભો થયો છે તેમ વર્લ્‌ડ હેલૃથ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ એક નિવેદનમાં જણાવ્યું છે. અનેક દેશોમાં કોરોનાને કારણે આરોગ્ય સેવાઓમાં અવરોધ ઉભો થવાના કારણે મેલેરિયા સામેની લડાઇમાં અવરોધ ઉભો થયો છે. જેના કારણે મેલેરિયાથી થતાં મોતમાં પણ વધારો જાેવા મળ્યો છે. યુએન હેલૃથ એજન્સીના તાજેતરના વર્લ્‌ડ મેલેરિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૦માં કુલ ૨૪.૧ કરોડ મેલેરિયાના કેસો સામે આવ્યા હતાં. જે અગાઉના વર્ષની સરખામણીમાં ૧.૪ કરોડ કેસ વધારે છે. વર્ષ ૨૦૨૦માં મેલેરિયાને કારણે ૬,૨૭,૦૦૦ લોકોનાં મોત થયા હતાં. જે અગાઉના વર્ષની સરખામણીમાં ૬૯,૦૦૦ વધારે છે.  વર્લ્‌ડ હેલૃથ ઓર્ગેનાઇઝેશને વધુમાં જણાવ્યું છે કે આ ૬૯,૦૦૦ મોત પૈકી ૪૭,૦૦૦ લોકોના મોત મેલેરિયા સામે રક્ષણ માટે ચાલતા અભિયાનમાં કોરોનાને કારણે ઉભા થયેલા અવરોધને કારણે થયા છે. કોરોના મહામારીને કારણે મેલેરિયાના રક્ષણ, તેના નિદાન અને સારવારમાં અવરોધ ઉભો થયો હતો.

 

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version