News Continuous Bureau | Mumbai
Ohio Court: આપણે ઘણીવાર અદાલતોમાં ન્યાયાધીશો દ્વારા ઐતિહાસિક અને બોલ્ડ નિર્ણયો સાંભળ્યા અને વાંચ્યા હશે. અદાલતોમાં ન્યાયાધીશો દ્વારા આવા નિર્ણયોની વ્યાપક પ્રશંસા પણ કરવામાં આવે છે. પરંતુ આ જ જજો ( Judge ) દ્વારા કેટલાક એવા પણ નિર્ણયો લેવામાં આવે છે, જે ઘણા લોકોને આશ્ચર્યજનક લાગી શકે છે. ન્યૂયોર્કની કોર્ટમાં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્જ દ્વારા એક આરોપીને 10 વર્ષની સજા પણ ફટકારવામાં આવી અને સાથે જ તેના લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા હતા. તેથી લોકોએ જજના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
અમેરિકાના ( USA ) ઓહાયો રાજ્યમાં રહેતા એન્થોની સેન્ટિયાગો ( Anthony Santiago ) (35) એ બંદૂકની અણીએ ઘરફોડ ચોરી કરી હતી. વધુમાં, મે 2022 માં, સેન્ટિયાગોએ મિત્રો મલિક શબાઝ અને ક્લેવલેન્ડ સાથે કારની ચોરી ( Car theft ) કરી હતી. એવું પણ કહેવાય છે કે લૂંટારાઓની ( burglary ) આ ટોળકીએ એક મહિલાનું ઘર લૂંટ્યું હતું અને તેના પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ મેલિના મેકગિનિગલે આ તમામ આરોપોમાં એન્થોનીને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. પરંતુ સજાની સાથે તેના લગ્ન ( marriage ) પણ કરાવી દીધા હતા.
Ohio Court: આરોપી એન્થોની સેન્ટિયાગોની ધરપકડ પહેલા તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા..
વાસ્તવમાં, આરોપી ( Accused) એન્થોની સેન્ટિયાગોની ધરપકડ પહેલા તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. જો કે, હવે તેને સજા થઈ હોવાથી શું છોકરી આવા ચોર સાથે લગ્ન કરશે? એવો પ્રશ્ન જજ સામે ઉભો થયો હતો. પરંતુ સેન્ટિયાગોની ભાવિ પત્નીએ જ્જની સામે કહ્યું હતું કે તેને એન્ટિયાગો સાથે લગ્ન કરવામાં કોઈ સમસ્યા નથી. તેના આ નિર્ણયને ધ્યાનમાં રાખીને જજ મેલિના મેકગિનગલે બંનેના લગ્ન પણ કરાવી દીધા હતા. તેથી હવે આરોપી એન્થોની સેન્ટિયાગો તેની 10 વર્ષની સજા ભોગવ્યા બાદ તેની પત્ની સાથે રહી શકશે. જજના આ વિચિત્ર નિર્ણયની હાલ દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Cyclone Remal: રેમલ વાવાઝોડાએ વેર્યો વિનાશ, તેજ પવન, મુશળધાર વરસાદ, આટલા મોત, મકાન-વૃક્ષો ધરાશાયી….
નોંધનીય છે કે, આ અગાઉ પણ આવા જ એક કિસ્સામાં 20 વર્ષની સજા ભોગવી રહેલા 31 વર્ષીય દોષિત બળાત્કારી લિયોનેલ વાસ્કવેઝે ડિસેમ્બર 2022 માં વર્જિનિયા જેલમાં 31 વર્ષીય કન્યા જેમ્મા મોર્ગન સાથે લગ્ન કર્યા હતા.
