ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર .
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને નોર્વેના પાટનગર ઓસ્લોમાં કાળો કેર વર્તાવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અહીંના એક રેસ્ટોરન્ટમાં નોર્વેની કંપનીની ક્રિસમસ પાર્ટી દ્વારા ઓમિક્રોન વેરિઅન્ટના 50 થી વધુ કેસ નોંધાયા છે.
ઓસ્લોની ચેપ શોધક ટીમે સબંધિત મ્યુનિસિપાલિટીઓનો સંપર્ક કરીને તેમને ચેપના ફેલાવા અંગે તપાસ શરૂ કરવાના આદેશ આપ્યા છે.
ઓસ્લો મ્યુનિસિપાલિટીનું કહેવું છે કે જે લોકોને ચેપ લાગ્યા છે તેઓ ઓસ્લો અને આસપાસના વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપાલિટીઓની હદમાં રહે છે અને હજી વધારે કેસો નોંધાવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે નોર્વેમાં ગત સોમવારે ઓમિક્રોનના પ્રથમ બે કેસ નોંધાયા હતા.
