ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાથીઓને સલામત પૂર્વક દેશમાં લાવવાનાં કામગીરી ચાલી રહી છે.
આ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ખુદ રશિયા પણ હવે આગળ આવ્યું છે.
રશિયા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે 130 બસો તૈયાર કરવામાં આવી છે.
તમામ વિદ્યાર્થીઓને ખારકીવ તેમજ સુમી વિસ્તારમાંથી રશિયાના બેલગ્રોડ વિસ્તારમાં લાવવામાં આવશે..
રશિયાના નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ જનરલ મિખાઇલ મિઝિન્તસેવે આ માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને નીકાળવા માટે ભારત સરકાર તરફથી ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે.