Site icon News Continuous Bureau | Mumbai

યુરોપમાં મેઘરાજાનું જળતાંડવ! જર્મની અને બેલ્જિયમમાં ભારે વરસાદથી પૂરના કારણે અનેક ઇમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં આટલા લોકોનાં મોત, અસંખ્ય લાપતા

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. જર્મની બીજા વિશ્વયુદ્ધ બાદ અત્યાર સુધીની સૌથી મોટી કુદરતી આપત્તિ સામે ઝઝૂમી રહ્યું છે. લક્ઝમબર્ગ, નેધરલૅન્ડ અને બેલ્જિયમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જર્મનીનાં બે રાજ્યો – રાઇનલૅન્ડ પેલેટીનેટ અને ઉત્તર રાઇન વેસ્ટફેલિયામાં પૂરપ્રકોપથી હાહાકાર મચી ગયો છે. આ બે રાજ્યોમાં જ 90 કરતાં વધુ લોકોનાં મોત થયાં હતાં. પશ્વિમ યુરોપમાં પૂરના તાંડવથી કુલ મૃત્યુનો આંક વધીને 120ને પાર પહોંચી ગયો છે. જર્મની અને બેલ્જિયમમાં અસંખ્ય લોકો હજુય લાપતા છે

જોકે લક્ઝમબર્ગ અને નેધરલૅન્ડમાં પૂરપ્રકોપથી કેટલું નુકસાન થયું છે એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી, પરંતુ નેધરલૅન્ડમાં કેટલાંય ઘરોમાં પાણી ઘૂસી ગયાં હોવાના અહેવાલો મળી રહ્યા છે. નેધરલૅન્ડના દક્ષિણ-પૂર્વમાં આવેલા રોઇરરમોન્ડ શહેરમાં પાણી ઘૂસી ગયાં હતાં.

ઇંધણના ભાવ ઓલ ટાઈમ હાઈ, ડીઝલ 100 રૂપિયા ઉપર નીકળી ગયું, તો દેશના આ શહેરોમાં પેટ્રોલ 112 રૂપિયાને પાર

ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે નદીકાંઠાના વિસ્તારોમાં પૂરે વિનાશ સર્જ્યો છે અને અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. વાહનો પણ પૂરમાં તણાઈ ગયાં છે. સાથે અનેક ઘરોને ભારે નુકસાન થયું છે. ફોન અને ઇન્ટરનેટ સેવા ખોરવાઇ જવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.

પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયા પછી હજુ સુધી આ વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે એ જાણી શકાયું નથી. કેટલાક દિવસોના ભારે વરસાદ બાદ અધિકારીઓએ આ વિસ્તારમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પશ્ચિમ અને મધ્ય જર્મની તેમ જ પડોશી દેશોના મોટા ભાગોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

 

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
Exit mobile version