કાતિલ ઠંડી માટે જાણીતા ઉત્તર અમેરિકા ખંડના બે મુખ્ય દેશો કેનેડા અને અમેરિકામાં ગરમીને કારણે પાંચ દિવસમાં 200થી વધુ લોકોના મોત થયા છે.
અત્યાર સુધીમાં કેનેડામાં જ 233 લોકોના મોત થયા છે. તો બીજી તરફ પડોશી દેશ અમેરિકામાં પણ ગરમીથી ડઝનથી વધારે મોત નોંધાયા છે.
બ્રિટિશ કોલંબિયાના લીટોન નગરમાં તો તાપમાન 49.5 ડીગ્રીથી વધારે નોંધાયુ હતુ. કેનેડાના ઈતિહાસમાં આ સૌથી ઊંચુ તાપમાન છે.
કેનેડા-અમેરિકાની આ ગરમીને કારણે સરકારી અધિકારીઓ અને વિજ્ઞાાનીઓ પણ દ્વિધામાં મૂકાયા છે. કેમ કે કેનેડાના કેટલાક ભાગમાં તો આખુ વર્ષ બરફ છવાયેલો હોય છે.
આ ચાર સહકારી બૅન્કોને RBIએ ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ; જાણો વિગત
