Site icon

ઇમરાન ખાન બાદ હવે પાકિસ્તાનના PM શહબાઝ શરીફે ફરી ગાયો ‘કાશ્મીર રાગ’, આ વખતે તો એવી બાલિશ વાત કરી કે…

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

હાલ પાકિસ્તાન(Pakistan)માં સત્તાના વિવાદને લઈને ત્યાંની સ્થિતિ ડામાડોલ ચાલી રહી છે. પાકિસ્તાન હંમેશાં પોતાની હરકતોમાંથી ક્યારેય બાજ આવતું નથી, હાલ પાકિસ્તાનમાં સત્તા ભલે ગમે તે પક્ષની હોય તો પણ તેના શાસકો પોતાની નિષ્ફળતા અને દેશની કફોડી આર્થિક સ્થિતિ(Economic crisis) જેવા અઘરા પ્રશ્નોના જવાબો શોધવા કાશ્મીર(Kashmir)ની માળા જપવાનું શરૂ કરી દેતા હોય છે.

અગાઉ ઈમરાન ખાન(Imran Khan) આજ કરતા હતા અને હવે ઈસ્લામાબાદ(Islamabad)ની રાજગાદી પર બેઠેલા વજીર એ આજમ શહબાજ શરીફ(Shehbaz Sharif) પણ આજ કરી રહ્યા છે. પાકિસ્તાન હાલ ચારેબાજુથી ઘેરાયેલો છે અને ગળા સુધી દેવામાં ડૂબેલો છે,

મોંઘવારી(Inflation) તમામ હદો પાર કરી ચૂકી છે, લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે પરંતુ દેશની જનતાને રાહત આપવાના બદલે દેશના પીએમ શહબાજ કંઈક વધારે હોશિયારી કરતી વાતો કરી રહ્યા છે. 

જોકે, પાકિસ્તાની લોકો એટલે કે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ શહબાજ શરીફે જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીર અંગે ૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લીધેલા તમામ ર્નિણયોને ફગાવી દીધા છે. અમે ઈચ્છીએ છીએ કે બીજાે પક્ષ પણ તે નિર્ણયોને બાજુ પર રાખે જેથી અમે આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે અસરકારક પગલાં ભરી શકીએ.

આ સમાચાર પણ વાંચો : શું ભારત-પાકિસ્તાન વચ્ચે ઉકેલાશે વાત? આ મુદ્દે બંને ફરી એકવાર થશે સામને-સામને; જાણો શું છે સમગ્ર મામલો..

૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશની સંસદમાં(Parliament of the country) ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. તે ર્નિણય હતો જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ને(Article 370 ) ખતમ કરવાનો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં(Union Territories)વહેંચાઈ ગયું. શહબાજ શરીફે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ માટે કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ ૩૭૦ના ર્નિણયને રદ્દ કરવો જરૂરી છે. 

શરીફે એવું પણ જણાવ્યું છે કે, ભારતનું એ કર્તવ્ય છે કે તેઓ કાશ્મીરમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯ની કાર્યવાહીને પલટી નાંખે, જેથી આપણે શાંતિપૂર્ણ રીતે જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)સહિત તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ દેશની સંસદમાં ભારતીય બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો અને જાેગવાઈઓ રદ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું હતું. બે વર્ષ પછી પણ સરહદ પારથી લોકો એ જ જગ્યાએ ઉભા છે અને અહીં ભારતે એટલી પ્રગતિ કરી છે કે કોરોના યુગના પડકારો વચ્ચે પણ દુનિયામાં નવી દિલ્હીનો ડંકો વાગી રહ્યો છેર્‌ બીજી તરફ લોકો કાશ્મીર-કાશ્મીરની રટ લગાવીને બેઠા છે, પરંતુ ભારતે એક-બે વાર નહીં પણ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સમજાવી ચૂક્યું છે કે આખું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. આ એક જ વાત છે જે પાકિસ્તાન સમજી રહ્યું નથી.

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version