Site icon

Pakistan air strikes : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થશે યુદ્ધ? તાલિબાને બદલો લેવાની લીધી પ્રતિજ્ઞા, કહ્યું- ‘જવાબી કાર્યવાહી કરીશું’

Pakistan air strikes : પાકિસ્તાને મંગળવારે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લાના લામન સહિત સાત ગામોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓએ પાકિસ્તાની તાલિબાન (TTP)ના એક ટ્રેનિંગ કેમ્પને નષ્ટ કરવાનો અને હુમલામાં અનેક આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.

Pakistan air strikes Pakistan air strikes in Afghanistan spark Taliban warning of retaliation

Pakistan air strikes Pakistan air strikes in Afghanistan spark Taliban warning of retaliation

  News Continuous Bureau | Mumbai

 Pakistan air strikes : હાલના વિશ્વના ઘણા ભાગોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, બીજા યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે, જેની ચિંગારી છેલ્લા ઘણા દિવસોથી સળગી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ પાડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની. આ બંને દેશો વચ્ચે હાલમાં તણાવ ચરમસીમા પર છે. મંગળવારે જ્યારે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો ત્યારે આ સ્થિતિ વધુ વણસી ગઈ. આ હવાઈ હુમલામાં 46 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. પરંતુ આ હુમલા બાદ તાલિબાને હવે પાકિસ્તાનને ચેતવણી આપી છે. તાલિબાને કહ્યું છે કે તે ચોક્કસપણે આનો બદલો લેશે…

Join Our WhatsApp Community

 Pakistan air strikes : તાલિબાને ખુલ્લો પડકાર આપ્યો

પાકિસ્તાનના આ હુમલા બાદ તાલિબાને હવે ખુલ્લો પડકાર ફેંક્યો છે. તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાને બર્બર ગણાવ્યો અને કહ્યું કે પાકિસ્તાને સમજવું જોઈએ કે આ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. ઈસ્લામિક અમીરાત આ ક્રૂર કાર્યવાહીનો જવાબ આપશે. પોતાની જમીન અને વિસ્તારની રક્ષા કરવાને તે અમારો અધિકાર  છે. અમે ચોક્કસપણે આનો બદલો લઈશું.

 Pakistan air strikes : જાણો શું છે મામલો 

પાકિસ્તાન અને તાલિબાન દરરોજ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. પરંતુ મંગળવારે પાકિસ્તાને મોટો હવાઈ હુમલો કર્યો. બર્મલ જિલ્લામાં આ હુમલામાં અનેક મકાનો ધરાશાયી થયા છે. તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે પણ કહ્યું છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા 4 સ્થળોએ આ હુમલા કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Weather : મુંબઈગરાઓની ખુશનુમા સવાર, શહેરમાં ફૂલ ગુલાબી ઠંડી; આજે દિવસભર રહેશે આવું વાતાવરણ..

 Pakistan air strikes : આ પહેલા પણ પાકિસ્તાને હુમલો કર્યો છે

જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં આ પ્રકારનો બોમ્બ ધડાકો કર્યો હોય. આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાને પક્તિકા અને સાપર જિલ્લામાં બોમ્બમારો કર્યો હતો. આ પહેલા પાકિસ્તાને ઈરાનમાં પણ હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં બીએલએના ઘણા આતંકવાદીઓને માર્યા છે.

 

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version