ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર, 2021
મંગળવાર
પાકિસ્તાનમાં ગુપ્તચર સંસ્થા ISIના વડાની નિમણૂંકને લઈને સરકાર અને સેના વચ્ચે વિવાદ વકર્યો છે. સૂત્રોનું કહેવું છે કે સેના પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પદ પરથી હટાવવાની તૈયારી કરી રહી છે. 20 નવેમ્બરે લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ આઈએસઆઈના ડીજીનું પદ સંભાળવા જઈ રહ્યા છે. આને લઈને ઈમરાન ખાન અને આર્મી ચીફ કમર જાવેદ બાજવા વચ્ચે વિવાદ ચરમ પર છે. નોંધનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા કેટલાક સમયથી સતત નબળા પડી રહ્યા છે. નબળી અર્થવ્યવસ્થા, વધતું દેવું અને મોંઘવારીને કારણે તેમના નેતૃત્વ પર સવાલ ઉઠ્યા છે.
એક મીડિયાના અહેવાલ મુજબ પાકિસ્તાનની ખુરશી પરથી ઈમરાન ખાનને હટાવવાનું લગભગ નિશ્ચિત છે. કારણ કે પાકિસ્તાનની સેના અને ચીફ બાજવાએ ઈમરાન ખાનને પદ પરથી હટાવવા જાળ પણ બિછાવી દીધી છે. 20 નવેમ્બરે લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ આઈએસઆઈના ડીજીનું પદ સંભાળવા જઈ રહ્યા છે. આને લઈને ઈમરાન ખાન અને આર્મી ચીફ બાજવા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે બાજવા નદીમ અંજુમને ISI ચીફ બનાવવા ઈચ્છે છે. ઈમરાન ખાન ઈચ્છે છે કે વર્તમાન ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ તેમના પદ પર કાયમ રહે. નદીમ અંજુમ આર્મી ચીફ કમર જાવેદ બાજવાના નજીકના હોવાનું કહેવાય છે, પરંતુ તે ઈમરાન ખાનને પસંદ નથી.
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હાલમાં ઈમરાન ખાન સમક્ષ માત્ર બે જ વિકલ્પ રાખવામાં આવ્યા છે. પહેલો વિકલ્પ એ છે કે ઈમરાન ખાને પોતે 20 નવેમ્બર પહેલા પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને બીજો વિકલ્પ એ છે કે વિપક્ષ સંસદમાં આંતરિક ફેરફારો કરે. સૂત્રોનું કહેવું છે કે આ બંને વિકલ્પોમાં ઈમરાન ખાનનું વડાપ્રધાન પદ છોડવાનું નિશ્ચિત છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઈમરાન ખાનને આગામી સપ્તાહોમાં વધુ આંચકાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે તેના બે સહયોગી દળ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ ઈમરાનની પાર્ટી ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથે સંબંધો તોડી શકે છે. આવી સ્થિતિમાં ઈમરાનની પાર્ટી નબળી પડી જશે.
સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પીટીઆઈના પરવેઝ ખટક અને પાકિસ્તાન મુસ્લિમ લીગના શાહબાઝ શરીફ સંભવિત વડાપ્રધાન પદ માટે મુખ્ય નામ છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અને TLP સંગઠન સાથેના કરારને કારણે ઈમરાન ખાનની ખુરશી પણ દાવ પર છે.