Site icon News Continuous Bureau | Mumbai

Pakistan bus attack : હાથના કર્યા હૈયે વાગ્યા; પહલગામની જેમ પાકિસ્તાનમાં લોકોની ઓળખ પૂછી અને પછી… આટલાને મારી દીધી ગોળી

Pakistan bus attack : પાકિસ્તાનથી એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં, આતંકવાદીઓએ શુક્રવારે પંજાબના નવ મુસાફરોને બસમાંથી ખેંચીને ગોળી મારીને હત્યા કરી દીધી. શુક્રવારે રાત્રે, ઝોબ વિસ્તારમાં એક નિર્જન રસ્તા પર, કેટલાક સશસ્ત્ર હુમલાખોરોએ એક ચાલતી બસ રોકી, ઓળખપત્રો તપાસ્યા અને પછી નવ મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા અને તેમની ગોળી મારીને હત્યા કરી દીધી.આ હુમલાએ પહલગામ આતંકવાદી હુમલાની યાદ અપાવી છે.

Pakistan bus attack 9 Killed In Attack On Passenger Bus In Pakistan's Balochistan

Pakistan bus attack 9 Killed In Attack On Passenger Bus In Pakistan's Balochistan

 News Continuous Bureau | Mumbai

Pakistan bus attack : પાકિસ્તાનના બલૂચિસ્તાન રાજ્યના ઝોબ વિસ્તારમાં થયેલા એક ભયાનક હુમલામાં 9 મુસાફરોના જીવ ગયા છે. આ મુસાફરો ક્વેટા થી લાહોર જતી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. હુમલાખોરોએ નેશનલ હાઈવે પર બસને રોકી, મુસાફરોને ઉતાર્યા અને તેમની ઓળખ પુછી. ત્યારબાદ પંજાબના મુસાફરોને ગોળી મારીને હત્યા કરી.  

Join Our WhatsApp Channel

Pakistan bus attack હમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી

અસિસ્ટન્ટ કમિશ્નર નવેદ આલમના જણાવ્યા અનુસાર, તમામ મૃતકો પંજાબના અલગ-અલગ વિસ્તારોમાંથી હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ અગાઉ બલૂચ લિબરેશન આર્મી આવા હુમલાઓ માટે જાણીતી રહી છે.  

Pakistan bus attack *સરકાર નિવેદન

– પ્રાંતિક સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ ઘટનાને આતંકવાદી હુમલો જાહેર કર્યો.

– હમલાવરોએ કોઈ ખાસ ઓળખના આધારે નિર્દોષ લોકોને લક્ષ્યાંક બનાવ્યા.

આ સમાચાર પણ વાંચો : Mumbai Best Bus Accident : મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બેસ્ટ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, આટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ..

Pakistan bus attack*અગાઉની ઘટના

– માર્ચ 2025માં બલૂચ લિબરેશન આર્મી દ્વારા જાફર એક્સપ્રેસને હાઈજેક કરવામાં આવી હતી.

– ટ્રેનમાં 400થી વધુ મુસાફરો અને સંભવિત રીતે પાકિસ્તાની સૈનિકો પણ હતી.

આ ઘટના પાકિસ્તાનમાં ચાલી રહેલા આંતરિક તણાવને વધુ પ્રબળ બનાવે છે.  

India US Trade Deal ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર અંતિમ તબક્કામાં, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા મોટા સંકેત
India New Zealand FTA Enforced ભારતીય નિકાસકારોની લાગી લોટરી! ન્યૂઝીલેન્ડમાં ભારતીય સામાન પર ઝીરો ટેક્સ જાણો ₹૧.૬૫ લાખ કરોડના જંગી રોકાણથી કોને થશે ફાયદો?
Maharashtra Voter List Revision Deadline Extended મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણાની મુદત લંબાવાઈ નામ ઉમેરવા, હટાવવા અને સુધારા માટે હવે આ તારીખ સુધી કરી શકાશે અરજી
Taj Mahal 466 Kg Gold Finial Mystery તાજમહેલ અને ૪૬૬ કિલો સોનાનું રહસ્ય બ્રિટિશ ઓફિસર જોસેફ ટેલરે સોનાનો કળશ બદલી નાખ્યો હોવાનો આરોપ, રાઝ કબર સાથે જ દફન
Exit mobile version