દુનિયાના સૌથી ચર્ચિત હીરોમાં સામેલ કોહિનૂરને લઇ ફરી એક વખત જંગ છેડાઈ ગઇ છે.
પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટમાં મંગળવારના રોજ એક અરજી દાખલ કરીને આ હીરાને બ્રિટનને મહારાણી એલિઝાબેથ ની પાસેથી પાછો લાવવાની માંગ કરી છે.
અરજીકર્તાએ કહ્યું કે સરકાર કોહિનુરને પાછો લાવવા માટે પગલાં ભરે. લાહોર હાઇકોર્ટે અરજીકર્તાને 16 જુલાઇના રોજ પોતાનો પક્ષ મૂકવાનું કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી મોટા હીરામાં સ્થાન પામતા કોહીનૂર હીરો પાછો મેળવવા માટે ભારત પણ પ્રયાસ કરી રહ્યુ છે.
હાલમાં આ હીરો ટાવર ઓફ લંડનમાં મુકાયેલા રાજમુકુટમાં જડવામાં આવેલો છે. જે 108 કેરેટનો છે.
