Site icon News Continuous Bureau | Mumbai

Pakistan Fuel Crisis: શું પાકિસ્તાન બરબાદીના આરે? મોડી રાત્રે ફૂટ્યો ‘પેટ્રોલ બોમ્બ’, ઈંધણના ભાવ આસમાને પહોંચતા મચી ચીસાચીસ.

Pakistan Fuel Crisis: મધ્ય પૂર્વના યુદ્ધને કારણે પાકિસ્તાનમાં ઈંધણના ભાવ આસમાને; પેટ્રોલ ૪૫૮ અને ડીઝલ ૫૨૦ રૂપિયાને પાર

Pakistan Fuel Crisis: Petrol Prices Surge by 43%, Diesel Costs Cross Rs.520 Per Litre

Pakistan Fuel Crisis: Petrol Prices Surge by 43%, Diesel Costs Cross Rs.520 Per Litre

News Continuous Bureau | Mumbai

Pakistan Fuel Crisis: ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રેકોર્ડબ્રેક વધારો ઝીંક્યો છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ગુરુવારે જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના વધતા ભાવ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આ કડક નિર્ણય લેવો પડ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના નવા દરો આજ સવારથી જ લાગુ થઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે.

Join Our WhatsApp Channel

એક જ મહિનામાં બીજી વખત ભાવ વધારો, ડીઝલમાં ૫૪.૯%નો ઉછાળો

પાકિસ્તાનમાં એક મહિના કરતા પણ ઓછા સમયમાં બીજી વખત ઈંધણના ભાવ વધારવામાં આવ્યા છે. આ વખતે ડીઝલની કિંમતમાં ૫૪.૯%નો તોતિંગ વધારો થયો છે, જેના કારણે એક લિટર ડીઝલની કિંમત હવે ૫૨૦.૩૫ પાકિસ્તાની રૂપિયા (૧.૮૮ ડોલર) પર પહોંચી ગઈ છે. બીજી તરફ, પેટ્રોલના ભાવમાં ૪૨.૭%નો વધારો કરવામાં આવ્યો છે, જે હવે ૪૫૮.૪૦ પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં (Strait of Hormuz) સર્જાયેલા અવરોધને કારણે તેલ આયાત કરવી અત્યંત મોંઘી બની છે.

આ સમાચાર પણ વાંચો: IPL 2026: સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા પર BCCIની ગાજ, અભદ્ર વર્તન બદલ મોટી સજા

હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા પાકિસ્તાન માટે બની જોખમી

પાકિસ્તાન તેની તેલની જરૂરિયાતો માટે મુખ્યત્વે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર નિર્ભર છે. આ તેલનો પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પાકિસ્તાન પહોંચે છે, જે હાલમાં ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે પ્રભાવિત થયો છે. ગયા મહિને જ પાકિસ્તાને પેટ્રોલ-ડીઝલમાં ૨૦%નો વધારો કર્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના સંકટને જોતા ફરી એકવાર મોટો ભાવવધારો કરવો પડ્યો છે. આ વધારાની સીધી અસર પરિવહન અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડશે.

ખેડૂતો અને ટુ-વ્હીલર ચાલકો માટે સબસિડીની જાહેરાત

વધતી જતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાન સરકારે મધ્યમ વર્ગ અને ખેડૂતોને થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. સરકાર દ્વારા ટુ-વ્હીલર વાહન ચાલકોને આગામી ત્રણ મહિના માટે પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાની સબસિડી (Subsidy) આપવામાં આવશે. જોકે, આ સબસિડી દર મહિને મહત્તમ ૨૦ લિટર સુધી જ મર્યાદિત રહેશે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે, આ સબસિડી વધતી જતી મોંઘવારી સામે ઊંટના મોઢામાં જીરું સમાન સાબિત થઈ શકે છે.

Xi Jinping Trump Shenzhen Welcome શેનઝેનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ એક સ્ટેજ પર, APEC સમિટમાં ટેરિફ અને વેપાર પર શું થશે ચર્ચા.. સૌની નજર બેઠક પર
Viksit Bharat 2047 Target GDP ના આંકડા અને વિકસિત ભારત 2047 ના દાવા પર રાહુલ ગાંધીના પ્રહાર સરકારની આર્થિક રણનીતિ પર સાધ્યું નિશાન
Apple Services Outage એપલની સેવાઓ ઠપ પડતાં હજારો યુઝર્સ મુશ્કેલીમાં જાણો ‘આંતરિક અપડેટ’ કેવી રીતે બન્યું વિઘ્ન
Ganga Water Treaty India Bangladesh Talks ભારતબાંગ્લાદેશ જળ વહેંચણી મુદ્દે મહત્વનો વળાંક આ તારીખે 30 વર્ષનો કરાર પૂર્ણ થશે, કરાર પૂર્વે બાંગ્લાદેશની મોટી માંગ
Exit mobile version