News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન શાહબાઝ શરીફ(Pakistan Shahbaz Sharif)ની આગેવાની હેઠળની પાકિસ્તાન સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન(Imran Khan)ની સંપત્તિ અને આવકની ફોરેન્સિક તપાસ કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) કેન્દ્રીય સચિવાલયના ચાર કર્મચારીઓના બેંક ખાતાની વિગતો લેવાનો પણ નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે (Pakistan central bank)ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાર્ટી પીટીઆઈ(PTI)ના ચાર કર્મચારીઓના અંગત ખાતામાં આવતી જંગી રકમનો રેકોર્ડ માંગ્યો છે અને પુરાવાના આધારે ધરપકડ પણ કરવામાં આવશે. ૨૦૧૩ અને ૨૦૨૨ વચ્ચે પૂર્વ સત્તાધારી પક્ષના વિદેશી દાનનો રેકોર્ડ પણ માંગવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્વતંત્ર ઓડિટર્સ દ્વારા વિગતોની ફોરેન્સિકલી તપાસ કરવામાં આવશે, જ્યારે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(FIA) અને ફેડરલ બોર્ડ ઑફ રેવન્યુ (FBR) પોતપોતાના સ્તરે રેકોર્ડ્સ મેળવ્યા પછી પગલાં લેશે.
આ સમાચાર પણ વાંચો : રેલવે યાત્રીઓ માટે મોટા સમાચાર, પશ્ચિમ રેલવેમાં રવિવારે વાણગાંવ-દહાણુ રોડ વચ્ચે મેજર બ્લોક, મુંબઈ-અમદાવાદ સહિત ઉત્તર ભારત ટ્રેનોને થશે મોટી અસર. જાણો વિગતે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ૨૨માં વડા પ્રધાન, ખાનને ૯ એપ્રિલે અવિશ્વાસની દરખાસ્ત દ્વારા પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે, તેઓ પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હકાલપટ્ટી કરવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન બન્યા.
ક્રિકેટર(Cricket)માંથી રાજકારણી બનેલા ખાને ઘણી વખત આરોપ લગાવ્યો છે કે તેમના રાજકીય વિરોધીઓએ પાકિસ્તાનમાં સરકાર (Pakistan Govt)બદલવા માટે યુએસ સાથે સાંઠગાંઠ કરી હતી. જો કે, તેણે આ અંગે કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી અને વોશિંગ્ટને કોઈપણ પ્રકારની દખલગીરીનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનની ટોચની સુરક્ષા એજન્સી, નેશનલ સિક્યોરિટી કમિટી (એનએસસી) એ ભૂતપૂર્વ વડા પ્રધાનના વારંવારના દાવાઓને પણ નકારી કાઢ્યા હતા કે યુએસએ વિરોધ પક્ષોની મદદથી પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ) સરકારને નીચે લાવ્યું હતું.
