Site icon News Continuous Bureau | Mumbai

ભારત પર નજર રાખવા પાકિસ્તાને માછીમારોને બનાવ્યા બાતમીદાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

રાજસ્થાન અને ગુજરાતના તાલીમ વિસ્તારોમાં હાલમાં “દક્ષિણ શક્તિ” કવાયત ચાલી રહી હોવાથી તેના ભાગરૂપે, “સાગર શક્તિ” નામથી મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી છે. આ કવાયત ખૂબ જ મોટાપાયા પર છે. જેના પગલે દેખીતી રીતે દુશ્મન દેશની એજન્સીઓ પણ તેના પર નજર રાખતી હોય. વળી આ કવાયત બોર્ડર વિસ્તારમાં કરાઇ હતી. જેના પગલે પાકિસ્તાની એજન્સીઓમાં રીતસર સોંપો પડી ગયો હતો. અને આ યુદ્ધભ્યાસમાં ભારતની સુરક્ષા એજન્સીઓ શું-શું કરી રહી છે તથા કયા પ્રકારના સાધનો અને હથિયારો વાપરી રહી છે તેની માહિતી મેળવવાની ભરપૂર કોશિશ કરી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે કચ્છના દરિયાઇ અને ક્રીક વિસ્તારમાં પાકિસ્તાને પોતાના માછીમારોને બાતમીદાર બનાવવાની કોશિશ કરી હતી. પાકિસ્તાની માછીમારોને આ દિવસો દરમિયાન જેમ બને તેમ આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી જવાની રીત સર સુચના આપવામાં આવી હતી. સાથે ભારતની એજન્સીઓની તમામ ગતિવધિઓની જાણકારી આપવા તાકીદ કરવામાં આવી હતી. ભૂમિસેનાના દક્ષિણી કમાન્ડ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં બે દિવસ માટે દક્ષિણ શક્તિ મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી હતી. કચ્છના ક્રીક વિસ્તારમાં પણ આ કવાયત અંતર્ગત વિવિધ અભ્યાસ કરાયો હતો. તો બીજીબાજુ સોમવારે લક્કી નાળુ યુદ્ધાભ્યાસથી ધમધમી ઉઠ્‌યું હતું. આ યુદ્ધાઅભ્યાસથી સામેપાર પાકિસ્તામાં પણ ફફડાટ ફેલાયો હોય તેમ તેને લગતી માહિતી ત્યાંની એજન્સીઓ યેનકેન પ્રકારે મેળવવાની કોશિશ કરી હતી. જેમાં ખાસકરીને પાકિસ્તાની માછીમારોને જેટલુ બને તેમ સરહદ પાસે જઇને કોઇપણ હલચલની માહિતી આપવાની સુચના આપવામાં આવી હતી.

દક્ષિણ મુંબઈમાં છપાતી હતી નકલી ચલણી નોટો; શહેરના જુદા જુદા માર્કેટમાં વેચાઈ નોટો; પોલીસે કર્યો પર્દાફાશ; આટલી નોટો જપ્ત

Crude Oil Surges To 110 Dollars આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અચાનક ૧૧૦ ડોલરે પહોંચ્યું વૈશ્વિક બજારોમાં ખળભળાટ, ભારત પર મોંઘવારી અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટનું મોટું સંકટ
Air India Saudi Flights Cancelled સાઉદી અરેબિયા જતી ફ્લાઇટ્સ પર બ્રેક એર ઇન્ડિયાએ ૨૪ ઓક્ટોબર સુધી જેદ્દાહ, રિયાધ અને દમ્મામની ઉડાન રદ કરી
India US Trade Deal ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતા તેજ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઓઈલ પર ટેરિફ છૂટ આપતાં સંબંધો સુધર્યા, નિર્મલા સીતારમણે આપ્યા સંકેત
Houthi Military Strength Saudi Concern હૂતીઓની વધતી તાકાતથી સાઉદી અરેબિયા ચિંતિત લાંબી ખેંચાઈ શકે છે લડાઈ, સંરક્ષણ નિષ્ણાતોએ આપી ચેતવણી
Exit mobile version