ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર, 2021
ગુરુવાર
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોટી રાહત મળી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદના સંયુક્ત સત્રમાં એક બિલ પસાર કર્યું છે.
આ પહેલા કોર્ટે પાકિસ્તાનને પણ વિલંબ કર્યા વિના ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભુષણ જાધવને એપ્રિલ-2017માં પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાસુસી અને ત્રાસવાદના આરોપસર ગુનેગાર ઠરાવી મોતની સજા ફટકારી હતી.
આ પછી ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જઈને ફાંસીની સજા અને પાકિસ્તાન દ્વારા કોન્સ્યુલર એક્સેસ નકારવાને પડકાર્યો હતો.