ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
પાકિસ્તાનમાં અત્યારે રાજકીય દાવપેચ તેની ચરમસીમા પર છે. ઈમરાન ખાનના પક્ષના પંદરથી સોળ સાંસદો હવે પક્ષની વિરુદ્ધમાં છે. આ પરિસ્થિતિમાં આગામી સપ્તાહે ઇમરાન ખાનને સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ નો સામનો કરવો પડશે. એવું માનવામાં આવે છે કે ઇમરાન ખાન પોતાની બહુમતી સાબિત નહીં કરી શકે અને પાકિસ્તાનમાં સત્તા પલટો આવશે. ઇસ્લામાબાદની સેનેટની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ ૩૪૦ મત પડયા હતા. આ ચૂંટણીમાં ઇમરાન ખાન ના ઉમેદવાર અબ્દુલ હાફિઝ શેખ ને 164 મતો મળ્યા હતા જ્યારે કે વિપક્ષના નેતા અને ૧૬૯ મત મળ્યા હતા. ત્યારથી જ એ વાતનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ઇમરાન ખાને બહુમતી ગુમાવી દીધી છે.