Site icon News Continuous Bureau | Mumbai

કટોરા ખાન ના દેશ એટલે કે પાકિસ્તાનમાં દહીં ખરીદવા ટ્રેન રોકવા માં આવી.  ડ્રાઈવર અને આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરાયા. જુઓ વિડીયો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

પાકિસ્તાનના રેલવે વિભાગને અનેક ટીકાઓનો સામનો કરવો પડયો હતો. અકસ્માત, યાત્રીઓની સલામતી અને આવકમાં ઘટાડાને કારણે અગાઉથી જ પાકિસ્તાનનું રેલવે વિભાગ ટીકાઓનો સામનો કરી રહ્યું છે. રેલવે પ્રધાને ટ્રેનના ડ્રાઇવર રાણા મોહંમદ શેહઝાદ અને તેમના આસિસ્ટન્ટ ઇફતિખાર હુસેનને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પ્રધાને એક નિવેદનમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે હું ભવિષ્યમાં આવા પ્રકારની ઘટનાઓ સહન કરી લઇશ નહીં અને દેશની સંપત્તિનો અંગત વપરાશ કરવાની પરવાનગી આપીશ નહીં.  આ અગાઉ ડિસેમ્બરમાં મુસાફરી દરમિયાન ટ્રેનના એન્જિનના ડ્રાઇવર અને તેમના આસિસ્ટન્ટ પર મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. લાહોરમાં રેલવે સ્ટેશનની પાસે દંહી ખરીદવા માટે ટ્રેન રોકવા બદલ પાકિસ્તાનની ટ્રેનના ડ્રાઇવર અને તેમના આસિસ્ટન્ટને નોકરીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.  સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા પછી પાકિસ્તાનના રેલવે પ્રધાન આઝમ ખાન સ્વાતીએ ટ્રેનના ડ્રાઇવર અને તેમના આસિસ્ટન્ટને સસ્પેન્ડ કર્યા હતાં. વાઇરલ થયેલા આ વીડિયોમાં જાેઇ શકાય છે કે દંહી ખરીદવા માટે ડ્રાઇવરે કાહના કાચા રેલવે સ્ટેશન પાસે ટ્રેન રોકી હતી તેમ પાકિસ્તાનના અગ્રણી અખબારોમાં જણાવવામાં આવ્યું છે.

 

Italy Nationwide Protests 2026 ઇટાલીમાં મોંઘવારી અને સૈન્ય ખર્ચ વધારા સામે જનઆક્રોશ ૪૦થી વધુ શહેરોમાં વિદ્યાર્થીઓશ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસે વોટર કેનન છોડ્યા
India Slams Double Standards On Terrorism યુએનમાં આતંકવાદ મુદ્દે બેવડા માપદંડો અપનાવવા સામે ભારત આકરું માનવાધિકાર પરિષદમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા કરી તાકીદ
US Midterm Elections Indian American Voters અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ભારતીયઅમેરિકન મતદારો કેન્દ્રસ્થાને; ઉમેદવારો મંદિરો, દિવાળી કાર્યક્રમો અને રેસ્ટોરન્ટ્સ મારફતે કરી રહ્યા છે પ્રચાર
China Stock Market Crashed શી જિનપિંગના અબજો ડોલરના પેકેજ પણ નિષ્ફળ! ચીની શેર વેચીને ભાગી રહ્યા છે રોકાણકારો; માર્કેટમાં ઐતિહાસિક મંદી
Exit mobile version