Site icon News Continuous Bureau | Mumbai

ચાલાક ડ્રેગન સાથે દોસ્તી પાકિસ્તાન-શ્રીલંકાને ભારે પડી, ક્યાંક રાજકીય ઉથલપાથલ તો ક્યાંક આર્થિક સંકટ; જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai 

 ભારતના પાડોશી દેશ શ્રીલંકાની અને પાકિસ્તાનની સ્થિતિમાં રાજકીય સંકટ ઘેરાતો જોવા મળ્યો છે. પાકિસ્તાન-શ્રીલંકાને ચીનના સહયોગીઓ છે. હવે તેમની ચીનને સહયોગ કરવો ભારે પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં દેઉબાના નેતૃત્વમાં નેપાળે ચીનના દેવાની જાળમાંથી બચવાનો નિર્ણય લીધો છે. નેપાળ જોઈ રહ્યું છે કે, ચીનના બે સહયોગી ગણાતા પાકિસ્તાન અને શ્રીલંકામાં કેવું રાજકીય સંકટ ઘેરાઈ રહ્યું છે. બંને દેશો વચ્ચેના સંબંધો હવે એટલા સૌહાર્દપૂર્ણ દેખાતા નથી, કારણ કે પાકિસ્તાનમાં રાજકીય અરાજકતા ફેલાઈ ગઈ છે. તેમજ ઈમરાન ખાન અને તેના સહયોગીઓના રૂપમાં ચાલી રહેલી સરકારએ તમામ લોકતાંત્રિક સંસ્થાઓને અસુરક્ષિત બનાવી દીધી છે.

Join Our WhatsApp Channel

શ્રીલંકાની સ્થિતિ અલગ નથી અને આ વખતે તેમની પાસે ભારતને જવાબદાર ઠેરવવાની કોઈ તક નથી. દેશ ઇંધણ અને તેલ ખરીદવા માટે વિદેશી ભંડાર ખતમ થવાના આરે છે. શ્રીલંકાની આ સ્થિતિ પાછળ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે જવાબદાર છે, જેમણે ચીન પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લઈને દેશની અર્થવ્યવસ્થા પર દબાણ કર્યું છે. આ બધી લોન તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના નામે લીધી હતી. પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિ જોતા માલદીવ, નેપાળ અને બાંગ્લાદેશને વિચારવાની ફરજ પડી છે.

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિનું મોટું એલાન, રાષ્ટ્રપતિએ જારી કર્યો રાજપત્ર; જાણો વિગતે

નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા ગયા અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનૌપચારિક રીતે માર્ચના અંતમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની કાઠમંડુની મુલાકાત દરમિયાનની વાતચીત શેર કરી હતી. નેપાળના PMએ કહ્યું કે, નેપાળની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગે કહ્યું હતુ કે તેમનો દેશ માત્ર બેઇજિંગ પાસેથી અનુદાન સ્વીકારી શકે છે,પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ માટે લોન નહીં. ઉલ્લેખનીય છે કે વાંગની કાઠમંડુની મુલાકાત દરમિયાન બેલ્ટ રોડ ઇનિશિયેટિવ સંબંધિત એક પણ કરાર પર હસ્તાક્ષર થઈ શક્યા નહોતા.

Dhruv Rathee London Protest Call ચૂંટણી પંચ સામેના વિરોધની આગ લંડન પહોંચી ધ્રુવ રાઠીએ ‘વોટ ચોરી’ મુદ્દે પાર્લામેન્ટ સ્ક્વેર પર પ્રદર્શનનું એલાન કર્યું
Trump waives US sanctions ભારત, ચીન સહિતના દેશો પરથી ૧૦૦% ટેરિફની ઘાત ટળી ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી માટે આપી મોટી છૂટ
US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
Exit mobile version