Site icon

Pakistan Ultimatum :પાકિસ્તાન પણ ચાલ્યું અમેરિકાના રસ્તે, આ લોકોને દેશ છોડવા માટે આપી દીધું 31 માર્ચ સુધીનું અલ્ટીમેટમ..

Pakistan Ultimatum : અમેરિકાની જેમ, હવે પાકિસ્તાન પણ મોટા પાયે દેશમાંથી નિર્વાસિતોને હાંકી કાઢવા જઈ રહ્યું છે. પડોશી દેશના ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે તમામ અફઘાન નાગરિકતા કાર્ડ (ACC) ધારકો અને ગેરકાયદેસર વિદેશી નાગરિકોએ 31 માર્ચ, 2025 સુધીમાં દેશ છોડવો પડશે. આ નિર્ણય સરકારના ગેરકાયદેસર વિદેશીઓના પ્રત્યાવર્તન કાર્યક્રમ (IFRP)નો એક ભાગ છે, જેનો અમલ 1 નવેમ્બર, 2023 થી કરવામાં આવ્યો હતો.

Pakistan Ultimatum Pakistan issues deadline for Afghan refugees

Pakistan Ultimatum Pakistan issues deadline for Afghan refugees

 News Continuous Bureau | Mumbai

 Pakistan Ultimatum :પાકિસ્તાન પણ અમેરિકાની રસ્તે ચાલવા લાગ્યું છે. અમેરિકાની  જેમ પાકિસ્તાને પણ ગેરકાયદેસર શરણાર્થીઓ પર કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાને ગેરકાયદેસર શરણાર્થીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ સુધીમાં દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. 

Join Our WhatsApp Community

 Pakistan Ultimatum :અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવા માટે અલ્ટીમેટમ 

મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે તમામ ગેરકાયદેસર વિદેશીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ પહેલા દેશ છોડી દેવા જણાવ્યું છે. એટલું જ નહીં, મંત્રાલયે ચેતવણી આપી છે કે જો આવા લોકો 31 માર્ચ સુધીમાં દેશ નહીં છોડે  તો તેમને 1 એપ્રિલથી દેશનિકાલ કરવામાં આવશે.

 Pakistan Ultimatum :અફઘાનિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા

મહત્વનું છે કે પાકિસ્તાન તેની સરહદોમાં થઈ રહેલા આતંકવાદી હુમલાઓ અને ગુનાઓ માટે સતત અફઘાન નાગરિકોને દોષી ઠેરવી રહ્યું છે. જોકે, અફઘાનિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, પાકિસ્તાન એક ઉદાર યજમાન રહ્યું છે અને એક જવાબદાર દેશ તરીકે તેની પ્રતિબદ્ધતાઓ અને જવાબદારીઓ પૂર્ણ કરવાનું ચાલુ રાખે છે. એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે પાકિસ્તાનમાં રહેતા વ્યક્તિઓએ બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવી આવશ્યક છે.

આ સમાચાર પણ વાંચો : US China Trade war : અમેરિકા સાથેના ટેરિફ વિવાદ વચ્ચે ચીનને આવી ભારતની યાદ… કહ્યું હાથી અને ડ્રેગન મળીને બદલી શકે છે દુનિયા..

 Pakistan Ultimatum :પાકિસ્તાન 2023 થી અફઘાન લોકો વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે

જણાવી દઈએ કે પાકિસ્તાને 2023 માં વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં મોટાભાગના અફઘાન હતા. જોકે, પાછળથી પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું કે પહેલા તે વિદેશીઓને બહાર કાઢવામાં આવશે જેમની પાસે કોઈ કાનૂની દસ્તાવેજો નથી. સંયુક્ત રાષ્ટ્રના ડેટા અનુસાર, પાકિસ્તાનમાં 8 લાખથી વધુ અફઘાન લોકો પાસે અફઘાન નાગરિકતા કાર્ડ છે. લગભગ 13 લાખ લોકો પાકિસ્તાન સરકાર સાથે ઔપચારિક રીતે નોંધાયેલા છે અને તેમની પાસે અલગ રહેઠાણ પ્રમાણપત્રો છે. જોકે, પાકિસ્તાન સરકારના નિવેદનમાં એ કહેવામાં આવ્યું નથી કે આનાથી રહેઠાણ પ્રમાણપત્ર ધરાવતા નાગરિકો પર શું અસર પડશે.

Russia: પુતિને ટ્રમ્પને આપ્યો સૌથી મોટો આંચકો! પ્લુટોનિયમ કરાર રદ્દ, રશિયા હવે શું કરશે?
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Exit mobile version