Site icon News Continuous Bureau | Mumbai

અજબ ગજબ- વરરાજા પરણવાનું છોડી વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ગયા- રાહ જોતી રહી ગઈ દુલ્હન

ગુણાંક મળવા છતાં લગ્ન વિચ્છેદ કેમ..?

ગુણાંક મળવા છતાં લગ્ન વિચ્છેદ કેમ..?

News Continuous Bureau | Mumbai

એક વરરાજા લગ્ન પહેલા ફરાર થઈ ગયો હતો. પોતાના લગ્નમાં ઉઠીને તે એક રાજકીય વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે ચાલ્યો ગયો હતો. બીજી તરફ દુલ્હન સજીધજીને તૈયાર થઈને બેઠી હતી. દુલ્હને પોતાની આપવીતી એક વીડિયોમાં શેર કરી છે. વીડિયોમાં દુલ્હને કહ્યું કે, તેનો થનારો ઘરવાળામાં કોઈ કમી નથી, અને તે લગ્ન કરવા માટે ના પણ નથી પાડતો. આ ઘટના પાકિસ્તાનની છે. દુલ્હન સિદરા નદીમનું કહેવુ છે કે, તેના ઈઝાઝ સાથે લગ્ન થવાના છે. પણ તે ઈમરાન ખાનની લોંગ માર્ચમાં સામેલ થવા માટે નિકળી ગયો છે. સિદરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે ઈમરાન ખાનથી વધારે મોહબ્બત કરે છે ? તેના પર તેણે કહ્યું કે, લાગે તો એવું જ છે, સિદરાએ કહ્યું કે, તે ઈચ્છે છે કે, ઈમરાન ખાન તેને ડંડા મારીને વિરોધ પ્રદર્શનમાંથી પાછો મોકલી આપે. સિદરાએ કહ્યું કે, તેને સૌથી વધારે દુઃખ એ વાતનું છે કે, લગ્ન બાદ તે સિદરા નદીમમાંથી સિદરા ઈઝાઝ થવાની હતી, જે થઈ શક્યું નહીં. તે હાલમાં પણ પોતાના ઈઝાઝની રાહ જોઈ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: WhatsApp થયું અપગ્રેડ-  લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર- યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ

સિદરાએ કહ્યું કે, જાે ઈઝાઝ પાછો આવી જશે તો તેની સાથે જ જશે. તે પોતે પણ ઈમરાન ખાનને પસંદ કરે છે. દેશની તરક્કી તે પણ જોવા માંગે છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન લાહૌરથી ઈસ્લામાબાદની વચ્ચે આઝાદી માર્ચ નામથી લોંગ માર્ચ કાઢી હતી. જાે કે, સિદરાએ કહ્યું કે, આઝાદી માર્ચ નહીં પણ આતો દુલ્હા ચોરી માર્ચ છે. સિદરાએ કહ્યું કે, તેનો થનારો પતિ નહીં આવવાના કારણે ઘણું નુકસાન થયું છે. તે બ્યૂટી પાર્લરમાં પૈસા આપી ચુકી છે. તેના પરિવારને પણ ઘણુ નુકસાન થયું છે. ખાવાનો ઓર્ડર પણ આપી દીધો છે. હોલ પણ બુક થઈ ચૂક્યો છે. સિદરાએ ઈમરાન ખાનને કહ્યું કે, મારો વર મને પાછી આપી દો, ઈમરાન ખાન મારો ખર્ચો પાછો આપો, જેવા નારા પણ લગાવ્યા હતા.

 

Asian Games 2026 Gold Medal તિરંગો લહેરાયો, રચાયો નવો ઇતિહાસ! હરમનપ્રીત સેનાએ જીત્યો એશિયાડનો સુવર્ણ ચંદ્રક, ભારતીય દીકરીઓએ રચ્યો કીર્તિમાન
Asian Games 2026 MMA Controversy એશિયન ગેમ્સમાં હંગામો! ભારતીય ફાઈટર સુચિકાએ સિંગાપોર સામેની હાર સ્વીકારવાનો કર્યો ઈનકાર; જાણો કારણ..
India New Zealand FTA વાઈન, કીવી અને સફરજન થશે સસ્તા! ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે આ તારીખથી મુક્ત વ્યાપાર કરાર લાગુ…
Iran Airline Worldwide Operations યુરોપ અને પશ્ચિમના દેશોમાં ઈરાન એરની એન્ટ્રી પર રોક; અમેરિકાની મોટી જાહેરાતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ
Exit mobile version