Site icon

Pakistani soldier: ‘આ છે પાકિસ્તાની સેનાની હાલત!’ અફઘાન ફાઇટર્સે ચાર રસ્તે લટકાવ્યા ભાગેલા સૈનિકોના પેન્ટ અને હથિયારો

તાલિબાની લડાકુઓ સામે પાકિસ્તાની સૈનિકો ડ્યુરન્ડ લાઈન પાસેની ચોકીઓ છોડીને ભાગ્યા, તાલિબાને તેમના હથિયાર અને પેન્ટ કબજે કરી ઉજવ્યો વિજય.

Pakistani soldier 'આ છે પાકિસ્તાની સેનાની હાલત!' અફઘાન ફાઇટર્સે ચાર રસ્તે

Pakistani soldier 'આ છે પાકિસ્તાની સેનાની હાલત!' અફઘાન ફાઇટર્સે ચાર રસ્તે

News Continuous Bureau | Mumbai

Pakistani soldier અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાક સમયથી બંને તરફથી હુમલાઓ થયા છે, જેમાં અનેક સૈનિકોના મોત થયા છે. જોકે તાલિબાન અને પાકિસ્તાને 48 કલાકના સીઝફાયર માટે પણ સંમતિ આપી હતી. આ દરમિયાન એક અગત્ય ના સમાચાર સામે આવ્યા છે. તાલિબાનના લડાકુઓએ પાક સૈનિકોની પેન્ટને હથિયાર પર લટકાવીને વિજય મનાવ્યો છે.

Join Our WhatsApp Community

પાકિસ્તાની સૈનિકો ચોકીઓ છોડીને ભાગ્યા

દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની સૈનિકો ડ્યુરન્ડ રેખા પાસેની ચોકીઓ છોડીને ભાગી ગયા. આ દરમિયાન અફઘાનિસ્તાનના લડાકુઓએ તેમના હથિયાર લૂંટી લીધા. એટલું જ નહીં, તાલિબાન સૈનિકોએ પાક સૈનિકોની ઊતરી ગયેલી પેન્ટને પણ ઊઠાવી લીધી અને એક ચોક પર ઊભા રહીને ઉજવણી કરી. આ દરમિયાન તેમણે પાક સેનાની પેન્ટને બંદૂક પર લટકાવીને જીતનો દાવો કર્યો.

પાકિસ્તાની સૈનિકોના હથિયાર જપ્ત

અફઘાનિસ્તાનના એક પત્રકાર એ જણાવ્યું કે તાલિબાનના જવાબી હુમલા દરમિયાન પાકિસ્તાની સૈનિકો ડ્યુરન્ડ રેખા પાસેની ચોકીઓ છોડીને ભાગી ગયા. અફઘાન લડાકુઓએ તેમના હથિયાર જપ્ત કરી લીધા અને તેને જીતની નિશાની તરીકે રજૂ કર્યા. પાકિસ્તાને કાબુલમાં તહરીક -એ-તાલિબાન પાકિસ્તાનના કેમ્પ્સ પર હુમલો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: રશિયન તેલના મુદ્દે ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધી ભડક્યા, ‘PM મોદી પર લગાવ્યો આવો આરોપ

તણાવની સ્થિતિ

પાકિસ્તાની સેનાએ કાબુલ અને કંધારમાં હવાઈ હુમલો કરી દીધો હતો, જેમાં 15 અફઘાન નાગરિકોના માર્યા જવાની ખબર છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. તાલિબાને તેનો આકરો જવાબ આપતા સ્પિન-બોલ્ડકમાં સીમા ચોકીઓ પર કબજો કરી લીધો. છેલ્લા ચાર દિવસમાં પાક-તાલિબાન વચ્ચે થયેલા સંઘર્ષમાં અત્યાર સુધી 200 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

WhatsApp Ban: વોટ્સએપની વધી મુશ્કેલી, થઈ શકે છે બેન, આ દેશમાં ટેલિગ્રામ સહિત ઘણી એપ્સ પર લાગી ચૂક્યો છે પ્રતિબંધ
Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિના ભારત આવવાની તારીખ નક્કી: જાણો કેટલા દિવસનો હશે પુતિનનો પ્રવાસ, કયા મુદ્દાઓ પર થશે વાતચીત
Washington shooting: અમેરિકા: વોશિંગ્ટનમાં ગોળી લાગેલ ૨૦ વર્ષીય સારા ની ઉપચાર દરમિયાન મૃત્યુ; બીજાની હાલતચિંતાજનક
Nepal: નેપાળે ૧૦૦ રૂપિયાની નવી નોટ પર ભારતના વિવાદાસ્પદ ક્ષેત્રો દર્શાવ્યા, ભારતીય વિદેશ મંત્રાલયની શું હશે પ્રતિક્રિયા?
Exit mobile version