ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટને પ્રથમ મહિલા જજ મળ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આયશા મલિક પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ છે.
આયશા મલિક લાહોર હાઇકોર્ટના જજ હતા, જેને હવે સુપ્રીમ કોર્ટમાં કામ કરવાનો મોકો મળ્યો છે.
પાકિસ્તાનના ન્યાયિક ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવે છે.
લાહોર હાઇકોર્ટના ન્યાયાધીશોની વરિષ્ઠતાની યાદીમાં જસ્ટિસ આયશા મલિક ચોથા ક્રમે છે.
કાયદા મંત્રાલય દ્વારા શુક્રવારે રજૂ કરાયેલા નોટિફિકેશન મુજબ આયશા મલિકના પ્રમોશનને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ મંજૂરી આપી હતી.
પંજાબ વિધાનસભા ચૂંટણી : ભાજપે કરી ગઠબંધનની જાહેરાત, જાણો કેટલી સીટ પર લડશે કેપ્ટનની પાર્ટી
