ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવતાં જ એની અસર પાકિસ્તાનમાં જોવા મળી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મહિલાઓ માટેના એક મદરેસા પર તાલિબાની ઝંડો ફરકાવવામાં આવ્યો છે
આ અંગેની માહિતી મળતાં જ જિલ્લા પ્રશાસને પોલીસની એક ખાસ ટૂકડીને મદરેસા મોકલી હતી, જેણે મદરેસા પર ઘેરો કર્યો હતો.
મદરેસાના મૌલવી અને અન્ય સહાયકો સામે પોલીસે એન્ટિ ટેરરિઝમ એક્ટ સહિતની કાયદાઓ હેઠળ ફરિયાદ નોંધી છે. આ મૌલવી ઇસ્લામાબાદની પ્રસિદ્ધ લાલ મસ્જિદના મૌલવી છે.
ખજાનાની શોધ શરૂ : જગન્નાથપુરીમાં આ જગ્યાએ ચાલી રહ્યું છે ખોદકામ.
